ગુજરાત

નવસારીમાં ગિફ્ટ ખોલતી વેળા ધડાકાભેર બ્લાસ્ટ થતાં વરરાજા સાથે 3 વર્ષીય બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Text To Speech

નવસારીઃ વાંસદા તાલુકાના મિંઢાબારી ગામે 12મી મેના દિવસે લતેશ ગાવિત નામના યુવાનના લગ્ન હતા. ત્યારે વધુની બહેનનો પૂર્વ પ્રેમી રાજૂ ધસનુખ પટેલ દ્વારા આરતી પટેલ નામની આશાવર્કર દ્વારા એક ટેડીબેર જેવું ઈલેક્ટ્રોનિક્સ ગિફ્ટ મોકલાવ્યું હતું. જેમાં આજે સવારે પરિવાર લગ્નમાં આવેલા તમામ ગિફ્ટ ચેક થઈ રહ્યા હતા. ત્યારે ટેડીબેર જેવા દેખાતા ગિફ્ટમાં રહેલા વાયરને સોકેટમાં નાખતા જ ધડાકો થયો હતો. જેમાં વરરાજાની આંખ અને ડાબા હાથનું કાંડું તૂટી ગયું હતું.

હાલ વરરાજાને નવસારીના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ 3 વર્ષીય ભત્રીજા જિયાશ પંકજ ગાવિતને કપાળમાં ફ્રેકચર થતાં વાંસદાના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ કેસમાં વરરાજાની આખમાં 100 ટકાના ડેમેજ હોવાની સંભાવના જોવાઈ રહી છે.

આ સમગ્ર ઘટનામાં ગિફ્ટ મોકલનાર પૂર્વ પ્રેમી રજૂ ધનસુખ પટેલ શંકાના દાયરામાં છે. વાંસદા પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને પરિવારના નિવેદન નોંધવાની શરૂઆત કરી છે. હાલમાં પરિવારના ઘરે FSLની ટીમ સર્વેમાં દોડી ગઈ છે અને આ મામલે તપાસ શરૂ થઈ છે.

Back to top button