અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

USAમાં અકસ્માતમાં આણંદની ત્રણ મહિલાઓના મોત, કાર ફોર લેન કૂદીને ઝાડ સાથે અથડાઈ

આણંદ, 27 એપ્રિલ 2024, અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં 3 ગુજરાતી મહિલાનાં મોત થયાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. ત્રણેય મૃતક મહિલા આણંદ જિલ્લાની વતની છે. મહિલાઓ કારમાં જઈ રહી હતી ત્યારે તેમની કાર ઓવરપાસને ટકરાઈ ચાર લેન કૂદી ઝાડ સાથે અથડાઈ હતી.જ્યોર્જિયા ખાતે રહેતાં કાવિઠા ગામનાં રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન બી. પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ સહિત આ ચાર મહિલા એટલાન્ટાથી ગ્રીન વિલા, સાઉથ કેરોલિનામાં જઈ રહી હતી.આ બનાવની જાણ કાવિઠા અને વાસણા બોરસદ પહોચતાં સ્વજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

કાર 20 ફૂટ સુધી હવામાં ઊછળી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહિલાઓ કાર લઈને એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કેરોલિના જઈ રહી હતી.આ દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. કાર ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.સ્થાનિક પોલીસ મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર 20 ફૂટ સુધી હવામાં ઊછળી હતી અને બ્રિજની બીજી બાજુ આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. કારમાં સ્પીડ કેટલી હતી એને લઈને પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. કાર પુલની વિપરીત દિશામાં ઝાડ સાથે અથડાઈ એ પહેલાં 20 ફૂટ હવામાં ઊછળી હતી. કારની હાલત જોઈને લાગે છે કે આ અકસ્માત ખૂબ જ ભયાનક રહ્યો હશે. ઘટનાસ્થળ પર હાજર કોરોનર માઇક એલિસે જણાવ્યું, તેઓ કાર ઓવરસ્પીડમાં ચલાવી રહ્યાં હતાં. કોઈ અન્ય કાર આ અકસ્માતમાં સામેલ હતી નહીં.

કાર 20 ફૂટ સુધી ઊછળીને ઝાડ સાથે અથડાઈ
કોરોનર માઇક એલિસે કહ્યું, અકસ્માતમાં ઘણાં ઓછાં એવાં વાહનો જોવા મળ્યાં હશે, જે આટલી સ્પીડથી રસ્તાઓ ઓળંગે છે કે 4-6 લેનના ટ્રાફિકને પાર કરી જાય છે અને લગભગ 20 ફૂટ સુધી ઊછળીને ઝાડ સાથે અથડાય છે. સાઉથ કેરોલિના હાઇવે પેટ્રોલ, ગેન્ટ ફાયર એન્ડ રેસ્ક્યૂ અને ગ્રીનવિલે કાઉન્ટી ઇએમએસ સહિત ઇમર્જન્સી રિસ્પોન્સ ક્રૂ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. અકસ્માતમાં બચી ગયેલી એકમાત્ર વ્યક્તિ ઘાયલ થઇ હોવાનું અનુમાન છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરંતુ તેની સ્થિતિ વિશે કોઈ માહિતી નથી. વાહનના ડિટેક્શન સિસ્ટમે થોડા પરિવારના સભ્યોને દુર્ઘટના અંગે સાવધાન કર્યા, જેમણે ત્યાર બાદ દક્ષિણ કેરોલિનામાં સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ‘દિલ હૈ હિન્દુસ્તાની’ પાકિસ્તાની છોકરી આયેશામાં ધડક્યું ભારતીય હ્રદય

Back to top button