ગુજરાતટોપ ન્યૂઝ

આગામી ક્લાર્કની પરીક્ષા માટે 3 થી 4 લાખના ઉગરાણા ચાલુ : યુવરાજસિંહ જાડેજા

Text To Speech

યુવા અધિકાર ન્યાય ચળવળ અને આપ નેતા યુવરાજસિંહ જાડેજા એ આજરોજ ગાંધીનગર ખાતે સીએમઓને 29/01/2023 ના રોજ યોજાનાર પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : HC સુઓમોટો પીટીશન પર જયસુખ પટેલે રજુ કર્યો પોતાનો બચાવ, પૈસાથી કરવા માંગેે છે લોકોના મોતનો સોદો !
પરીક્ષા - Humdekhengenewsયુવરાજસિંહ જાડેજાએ આવેદનપત્ર આપ્યા બાદ મીડિયા વાતચીતમાં કહ્યું હતું કે આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાનાર પરીક્ષામાં અગાઉની પરીક્ષાની જેમ કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકારને આ બાબતે આવેદન આપ્યું હતું. વધુમાં તેમણે મોટા આરોપો લગાવતા કહ્યું હતું કે અગાઉની પરીક્ષામાં જે લોકો આરોપી હતા તેઓ હાલ ઍક્ટિવ મોડ પર આવી ગયા છે અને 3 થી 4 લાખના ઉગરાણા ચાલુ કરી દીધા હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની પાસે આ બાબતે માહિતી મળતા તેમણે સરકારને રજૂઆત કરી છે અને આ બાબતે ધ્યાન દોર્યું છે.પરીક્ષા - Humdekhengenewsવધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલ આ ઍક્ટિવ એજન્ટોએ ભાવનગર, સુરેન્દ્રનગર, અરવલ્લી, સાબરકાંઠા અને ગીર સોમનાથમાં ઉગરાણા ચાલુ કરી દીધા છે તેવી માહિતી તેમણે ત્યાંનાં સ્થાનિક ઉમેદવારો દ્વારા જાણવા મળ્યું હોવાનું કહ્યું હતું. પરીક્ષાના કેન્દ્રો આ વખતે ગ્રામ્ય વિસ્તારમાં પણ હોવાથી આ બાબતે પૂરી તકેદારી રહે અને મહેનતુ વિધ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે તેમણે આવેદનપત્ર આપ્યું હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : વિધાનસભામાં અમિત ચાવડાએ કોંગ્રેસ પક્ષનો પદભાર સંભાળ્યો, જાણો કોણ રહ્યું ગેરહાજર

અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળની પરિક્ષાઓમાં યુવરાજસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પેપર લિકની ઘટનાનું વર્ણન કર્યું હતું. હવે આગામી પરીક્ષામાં વિધ્યાર્થીઓને ન્યાય થશે કે અન્યાય એતો આવનાર સમય જ બતાવશે.

Back to top button