ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અજમેરમાં દરગાહ શરીફ પાસે 3 માળની ઈમારત ધરાશાયી, લોકો દટાયાની આશંકા

Text To Speech

અજમેર, 02 જાન્યુઆરી: રાજસ્થાનના અજમેરમાં દરગાહ શરીફ પાસે 3 માળની ઈમારત ધરાશાયી થઈ છે. કાટમાળ નીચે લગભગ ચાર-પાંચ લોકો દટાયા હોવાના અહેવાલ છે. સાંકડી શેરીઓના કારણે રાહત કાર્યમાં પણ મુશ્કેલી પડી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના દરગાહના ગેટ નંબર 5ની સામે બની હતી. ઘટનાની માહિતી મળતાં જ એસપી-કલેક્ટર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

બચાવ કાર્ય શરૂ કરાયું

કહેવામાં આવી રહ્યું છે કે, દરગાહના આસપાસના વિસ્તારોમાં સાંકડી ગલી હોવાથી ટ્રેક્ટર અને લોડર ઘટના સ્થળે પહોંચી શકતા નથી. તેમજ કાટમાળને હટાવવામાં પણ મુશ્કેલી નડી થઈ રહી છે. વિસ્તારમાં ભારે વાહનો ન પહોંચી શકતા લોકો જાતે જ બિલ્ડિંગનો કાટમાળ હટાવી રહ્યા છે. આ ઉપરાંત ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વહીવટીતંત્ર તરફથી આ નિવેદન બહાર આવ્યું

અજમેરની દરગાહ વિસ્તારમાં જૂની ઈમારત ધરાશાયી થતાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ અધિક્ષક ચુનારામ જાટે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની કોઈ માહિતી નથી. તેમજ બચાવ કામગીરી છે અને કાટમાળમાં દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે લંગરખાનાનો એક ભાગ શેરીમાં પડતાં વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતાં જિલ્લા કલેક્ટર ડૉ.ભારતી દીક્ષિત અને અન્ય વહીવટી અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: રાજસ્થાન પેપર લીક કેસમાં યુવતીની ધરપકડ, SI બનાવવાની લાલચ આપી 54 લાખ પડાવ્યા

Back to top button