શાહ ફરી ગુજરાતમાં: આજે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવી અનેક સભા સંબોધશે
વિધાનસભાની ચુંટણીને લઈને ભાજપે ગૌરવ યાત્રાનો જંજાવાતી પ્રચાર શરુ કરી દિધો છે.ત્યારે આજે બીજા દિવસે અમિત શાહ પણ આ ગૌરવયાત્રાના પ્રચાર અભિયાનમાં જોડાશે. ત્યારે સૌપ્રથમ અમદાવાદના ઝાંઝરડાથી સોમનાથ જતી ગુજરાત ગૌરવ યાત્રાને અમિત શાહ પ્રસ્થાન કરાવશે. જે બાદ નવસારીના વાંસદાના ઉનાઇથી ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ તકે ભગવાન બિરસા મુંડા આદિવાસી યાત્રાનો પણ પ્રારંભ કરાવશે, ત્યારબાદ સભા સંબોધશે.
અમિત શાહ ફરી ગુજરાતમાં
અમિત શાહ ગુજરાતમાં છે ત્યારે તેમની યાત્રાની સુરક્ષાને લઈને સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. શાહની સુરક્ષાને લઈને લગભગ 2 હજાર જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઝાંઝરડા અને ઉનાઈથી ભાજપની ગૌરવ યાત્રાનો કરાવશે પ્રારંભ.
ઝાંઝરડા અને ઉનાઈથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવશે
જો વિગતે માત કરીએ તો સંત સવૈયાનાથજી, ઝાંઝરડાથી અમિત શાહ એક યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આજે 2 જિલ્લાની 3 વિધાનસભા સીટ (Assembly Seat) પર ફરશે યાત્રા.તો આજે ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન 3 જાહેર સભા યોજાશે. તો બીજી તરફ ઉનાઈ માતાથી ફાગવેલ સુધીની યાત્રાને અમિત શાહ પ્રસ્થાન કરાવશે.13 જિલ્લામાં પ્રવાસ કરી 35 વિધાનસભા સીટ પર ફરશે.યાત્રા દરમિયાન કુલ 33 સભા યોજાશે.યાત્રાની પુર્ણાહૂતિ ફાગવેલ ખાતે કરવામાં આવશે. યાત્રામાં આદિવાસી સમાજના મત મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે
નવસારીના વાંસદાના ઉનાઇથી ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે
પ્રથમ યાત્રાને પ્રસ્થાન કરાવ્યા બાદ શાહ નવસારીના વાંસદાના ઉનાઇથી ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ તકે તેઓ ભગવાન બિરસા મુંડા આદિવાસી યાત્રાનો પણ પ્રારંભ કરાવશે, ત્યારબાદ અનેક સભા સંબોધશે.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ