અમદાવાદમાં વેપારીના અપહરણ મામલે 3 પોલીસકર્મી ભરાયા, મોબાઇલ FSLમાં મોકલાયા
- પીએસઆઇને પણ ક્રાઇમ બ્રાન્ચે નિવેદન લેવા માટે નોટીસ પાઠવી
- પાટણ એલસીબીનું આઇકાર્ડ બતાવ્યુ હતુ
- અપહરણ અંગે અમદાવાદ પોલીસને લેખિતમાં જાણ કરી હતી
અમદાવાદમાં વેપારીના અપહરણ મામલે 3 પોલીસકર્મી ભરાયા છે. જેમાં મોબાઇલ FSLમાં મોકલાયા છે. જેમાં 3 પોલીસકર્મી સહિત 4ની પૂછતાછ સાથે મોબાઇલ એફએસએલમાં મોકલાતા અનેક ખુલાસ થઇ શકે છે. તેમાં અમદાવાદના નહેરુનગરના વેપારીનું અપહરણ કર્યાના મામલે તપાસ તેજ થઇ છે. જેમાં અજાણ્યા ચાર શખ્સોએ અપહરણ કરીને પાટણ એલસીબીનું આઇકાર્ડ બતાવ્યુ હતુ.
આ પણ વાંચો: અમદાવાદ AMCમાં નવા પ્રભારી તરીકે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલની નિમણૂક કરાઇ
પીએસઆઇને પણ ક્રાઇમ બ્રાન્ચે નિવેદન લેવા માટે નોટીસ પાઠવી
પાટણ LCBના ઇન્ચાર્જ PSI વી.આર.ચૌધરીના કહેવાથી અપહરણ કર્યા હોવાનું બતાવ્યુ છે. પાટણ એલસીબીના 3 પોલીસકર્મી સહિત ચાર શખ્સોએ નહેરુનગરના વેપારીનું અપહરણ કરીને સુરતના અડાજણ ખાતે ઉતારી દેવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને ચાર શખ્સની પૂછપરછ કરીને તેમના મોબાઇલ FSLમાં મોકલી આપ્યા છે. આ ઉપરાંત, પાટણના એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઇને પણ ક્રાઇમ બ્રાન્ચે નિવેદન લેવા માટે નોટીસ પાઠવી છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાયજણે જણાવ્યુ કે, ચારેયની પૂછપરછ કરાઇ હતી તેમણે પાટણ LCBના ઇન્ચાર્જ PSI વી.આર.ચૌધરીના કહેવાથી નહેરુનગરના વેપારીનુ અપહરણ કર્યુ હતુ.
પાટણ એલસીબીનું આઇકાર્ડ બતાવ્યુ હતુ
હવે પીએસઆઇની પૂછપરછ બાદ સમગ્ર હકિકત સામે આવશે. પાલડી વિસ્તારમાં રહેતા અને હોલસેલનો ધંધો કરતા અતુલભાઇ પ્રજાપતિનુ 1 એપ્રિલના રોજ દુકાનેથી નંબર પ્લેટ વગરની કાર લઇને અજાણ્યા ચાર શખ્સોએ અપહરણ કરીને પાટણ એલસીબીનું આઇકાર્ડ બતાવ્યુ હતુ. જે બાદ તેમને અડાજણ ખાતે ઉતારી દઇને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ચાર શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા. આ અપહરણ અંગે અમદાવાદ પોલીસને લેખિતમાં જાણ કરી હતી.