ટ્રેન્ડિંગધર્મ

જુલાઇમાં 3 ગ્રહોની બદલાશે ચાલ: આ રાશિઓનો સારો ટાઇમ શરૂ

Text To Speech
  • જુલાઇના પહેલા વીકમાં ત્રણ મોટા ગ્રહો ચાલ બદલશે
  • મંગળ ગ્રહ 1 જુલાઇના રોજ સિંહ રાશિમાં ગોચર કરશે
  • 7 જુલાઇએ  શુક્ર દેવ સિંહ રાશિમાં ગોચર કરશે

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો થોડા થોડા સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેનો સીધો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. જુલાઇના પહેલા વીકમાં ત્રણ મોટા ગ્રહો ચાલ બદલી રહ્યા છે. જેમાં સૌથી પહેલા સાહસ અને શૌર્યના દાતા મંગળ ગ્રહ 1 જુલાઇના રોજ સિંહ રાશિમાં ગોચર કરશે. ત્યારબાદ 7 જુલાઇએ ધનના દાતા શુક્ર દેવ સિંહ રાશિમાં ગોચર કરશે. 8 જુલાઇએ ગ્રહોના રાજકુમાર બુધ દેવ સિંહ રાશિમાં પ્રવેશશે. આવા સંજોગોમાં આ ગ્રહોનું ગોચર 3 રાશિના જાતકો માટે શુભ ફળદાયી માનવામાં આવે છે.

જુલાઇના પહેલા વીકમાં 3 ગ્રહોની ચાલ બદલાશેઃ આ રાશિઓનો સારો ટાઇમ શરૂ hum dekhenge news

મેષ રાશિ

3 ગ્રહોની ચાલમાં થઇ રહેલા પરિવર્તનો આ રાશિના લોકો માટે અનુકુળ સિદ્ધ થઇ શકે છે. આ સમયમાં નોકરિયાત લોકોને કરિયરમાં પ્રમોશન કે નવી તકોના અવસર પ્રાપ્ત થશે. નવા લોકો સાથે તમારા સંબંધો બનશે. જુના રોકાણથી લાભની આશા છે. સાથે સાથે પરિણિત લોકોના જીવનમાં એક નવી આશા જોવા મળશે.

જુલાઇના પહેલા વીકમાં 3 ગ્રહોની ચાલ બદલાશેઃ આ રાશિઓનો સારો ટાઇમ શરૂ hum dekhenge news

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ 3 ગ્રહોની ચાલમાં બદલાવ લાભદાયક સિદ્ધ થઇ સકે છે. તેથી હાલના સમયે ભાગીદારીમાં વેપાર કરનાર લોકો માટે જુલાઇનુ પહેલુ અઠવાડિયુ લાભદાયક રહેશે. ઉન્નતિના સારા યોગ બની રહ્યા છે. ધનલાભ પણ થશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સમયગાળામાં તમે પરિવાર કે મિત્રો સાથે બહાર ફરવાનો પ્લાન પણ બનાવી શકો છો. સાથે ઘર-પરિવારમાં કોઇ ધાર્મિક કે માંગલિક કાર્ય પણ થઇ શકે છે. તમને ફસાયેલા નાણા મળી શકે છે.

જુલાઇના પહેલા વીકમાં 3 ગ્રહોની ચાલ બદલાશેઃ આ રાશિઓનો સારો ટાઇમ શરૂ hum dekhenge news

તુલા રાશિ

ત્રણ ગ્રહોની બદલાયેલી ચાલ શુભ સાબિત થઇ શકે છે. નવી યોજનાઓ શરૂ કરી શકો છો. મહત્ત્વના નિર્ણયો લઇ શકો છો. કરિયર માટે આ સમય સારો છે. નવી તકો મળસે. જુના રોકાણથી લાભ થશે. પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે. સાથે મળીને કોઇ જમીન કે ફ્લેટ ખરીદી શકો છો. સાથે જે લોકો ખુદનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હોય તેના માટે પણ સારો સમય છે. તમારી ઇચ્છાઓ પુરી થશે.

આ પણ વાંચોઃ Anxiety-Depressionથી બચાવશે કેટલીક આદતોઃ રોજ કરો ફોલો

Back to top button