

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તારીખ પહેલી જાન્યુઆરીથી તારીખ 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.
9.36 લાખ લોકોને લાભ મળશે
સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.36 લાખ લોકોને આ લાભ મળશે. પ્રથમ હપ્તો ઑગસ્ટ-2022 બીજો હપ્તો સેપ્ટેમ્બર-2022ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશેઆ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે તેવું પણ નિયત કરવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે