ટોપ ન્યૂઝનેશનલ

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના DAમાં 3 ટકા વધારાના સંકેત, જાણો પગારમાં કેટલો થશે વધારો ?

Text To Speech

દેશમાં કરીયાણા અને શાકભાજીના ભાવ વધારા સહીત મોંઘવારીના કારણે લોકોના ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. બીજી તરફ મોંઘવારીના કારણે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનું દબાણ છે. પીટીઆઈના અહેવાલ મુજબ મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે.

ક્યારથી લાગુ પડશે મોંઘવારી ભથ્થું ?

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઈ 2023થી આ વધારાની ભેટ મળશે. જો કે હજુ સુધી કેન્દ્ર દ્વારા વધારાની જાહેરાત કરવામાં આવી નથી જો સરકાર કર્મચારીઓના DAમાં ત્રણ ટકાનો વધારો કરે છે તો તે 50% તરફ આગળ વધતા 45 ટકા થાય તેવો અંદાજ છે. નોંધપાત્ર રીતે સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં બે વાર DA/ DR વધારો કરે છે. આ વધારો શ્રમ મંત્રાલય દ્વારા દર મહિને જાહેર કરવામાં આવતા AICPI ડેટા પર આધાર રાખે છે. છ મહિનાના ડેટાની સમીક્ષા કર્યા પછી ડીએ અને ડીઆર વધારવામાં આવે છે.

રક્ષાબંધન અને દિવાળી વચ્ચે થઈ શકે છે જાહેરાત

સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 42 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. એ જ રીતે DR 42 ટકા પેન્શનરોને પણ આપવામાં આવે છે. એવી અપેક્ષા છે કે સરકાર રક્ષાબંધન અને દિવાળી વચ્ચે ગમે ત્યારે ડીએ અને ડીઆરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. આ વધારાથી એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. આ અંદાજ વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ ક્યારે કરે છે ?તે ઉપર દરેકની નજર છે.

કેટલો પગાર વધારો મળશે ?

કેન્દ્રીય કર્મચારીઓને ડીએમાં 3 ટકાનો વધારો મળવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો 45% DAના હિસાબે, પગારમાં લગભગ 10,000 રૂપિયાનો વધારો થશે. આ સિવાય એવી અપેક્ષા છે કે કેન્દ્ર સરકાર HR વધારવા અંગે પણ નિર્ણય આપી શકે છે. તો આ મુજબ કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થવાની આશા છે.

Back to top button