ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત હાઈકોર્ટમાં 3 નવા જજની નિમણૂક, જાણો કોની નિયુકતી કરાઇ

Text To Speech
  • કેન્દ્ર સરકાર દ્વારા આ વિશે જાહેરનામું પણ રજૂ કરવામાં આવ્યું
  • ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિનું કુલ સંખ્યાબળ 33 થયું
  • ન્યાયમૂર્તિ તરીકે સંજીવ જયેન્દ્ર ઠાકર, દિપતેન્દ્ર નારાયણ રે (ડી.એન.રે) અને મૌલિક જીતેન્દ્ર શેલતની નિમણૂક

ગુજરાત હાઈકોર્ટમાં વધુ ત્રણ ન્યાયમૂર્તિઓની નિમણૂક માટે સુપ્રીમકોર્ટની કોલેજીયમે થોડા દિવસ પહેલાં કરેલી ભલામણ અનુસંધાનમાં કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. જેને પગલે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે સંજીવ જયેન્દ્ર ઠાકર, દિપતેન્દ્ર નારાયણ રે (ડી.એન.રે) અને મૌલિક જીતેન્દ્ર શેલતની નિમણૂક કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત: BRTS ટ્રેકની રેલિંગ કૂદીને જતા લોકો માટે ચેતવણી સમાન ઘટના

ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિનું કુલ સંખ્યાબળ 33 થયું

આ નવા ન્યાયમૂર્તિઓની નિમણૂક સાથે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિનું કુલ સંખ્યાબળ 33 થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વિશે જાહેરનામું પણ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, સુનિતા અગ્રવાલ દ્વારા બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની સાથે સલાહ બાદ ત્રણ વકિલોને હાઈકોર્ટ જજ તરીકે નિયુકત કરવા બાબતની ભલામણ 22 ડિસેમ્બર, 2023ના દિવસે સુપ્રીમકોર્ટમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ ઓગસ્ટ 2024માં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી.આર. ગવઈની કોલેજીયમે આ નામોને લઈને જરૂરી ચર્ચા-વિચારણા હાથ ધરી હતી.

ત્રણેય મહાનુભાવોને હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુકત કરી દેવાયા

સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા તેમની સમક્ષ રજૂ કરાયેલા મટીરીયલ્સ, દસ્તાવેજો સહિતની બાબતોની ચકાસણી કરાઈ હતી અને ન્યાય મંત્રાલય દ્વારા આ અંગેની ફાઇલમાં કરાયેલા તારણોને ધ્યાને લેવાયા હતાં. સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા કરાયેલી આ ભલામણનો કેન્દ્ર સરકાર દ્વારા આખરે સ્વીકાર કરવામાં આવી છે અને રાષ્ટ્રપતિ દ્વારા ઉપરોકત ત્રણેય મહાનુભાવોને હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુકત કરી દેવાયા છે.

Back to top button