ગુજરાતટ્રેન્ડિંગ

સુરતમાં રૂ.35 લાખના ડ્રગ્સકાંડમાં કાર્યવાહી કરાતા વધુ 3 આરોપીની ધરપકડ

Text To Speech
  • સુરતમાં અલગ-અલગ જગ્યાએ રેડ કરવામાં આવી
  • મુંબઈની રાબિયા પાસેથી આરોપીઓ ડ્રગ્સ મંગાવતા
  • અગાઉ ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપીની ધરપકડ કરી હતી

સુરતમાં રૂ.35 લાખના ડ્રગ્સકાંડમાં કાર્યવાહી કરાતા વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુંબઈની રાબિયા પાસેથી આરોપીઓ ડ્રગ્સ મંગાવતા હતા. અગાઉ ક્રાઈમ બ્રાન્ચે 7 આરોપીની ધરપકડ કરી હતી. તેમાં
સુરત રેલવે સ્ટેશન બહારથી ડ્રગ્સ પકડાયું હતુ.

આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં 4 દિવસ વરસાદની આાગહી, જાણો કયા થશે મેઘમહેર

સુરતમાં અલગ-અલગ જગ્યાએ રેડ કરવામાં આવી

સુરત રેલવે સ્ટેશન બહારથી રૂપિયા 35 લાખનું ડ્રગ્સ પકડવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તાજેતરમાં જ સુરતમાં અલગ-અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી. જેમાં અંદાજિત 40 લાખનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતુ. પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી હતી. તેમજ મુંબઈથી ટ્રેનમાં યુવક અને યુવતી સ્કૂલબેગમાં 25 લાખનું એમડી ડ્રગ્સ લઈ સુરતમાં સપ્લાય કરવા જાય તે પહેલા સુરત રેલવે સ્ટેશનની બહારથી ક્રાઇમબ્રાંચના સ્ટાફે બન્ને પકડી પાડ્યા હતા. બેગમાંથી કપડા સહિત અન્ય સામાન મળ્યો હતો ઉપરાંત બેગમાં છુપાવેલું 250 ગ્રામ એમડી ડ્રગ્સ રૂ.25 લાખનું મળી આવ્યું હતું. પકડાયેલા યુવક-યુવતી મિત્ર અને મુંબઈમાં રહે છે. ક્રાઇમબ્રાંચે એમડી ડ્રગ્સ, મોબાઇલ સહિત 25 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે.

3 મે 2024ના રોજ ડ્રગ્સ ઝડપાયુ

સુરતમાંથી ફરીથી ડ્રગ્સ મળ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે. માન દરવાજા પાસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું.

4 મે 2024ના રોજ ઝડપ્યું ડ્રગ્સ

મોપેડ પર જતા આરોપી 23 વર્ષિય તોસીફ ખાન યુનુસખાન બિસ્મિલ્લાહખાન અને 36 વર્ષિય અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદ શેખ ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી 14,300 રૂપિયાની કિમતનું 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ રોકડા રૂપિયા અને મોપેડ મળી કુલ 1.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં આરોપીઓ ડ્રગ્સ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.એલસીબી ઝોન-4 ની ટીમે ખટોદરા સ્થિત જૂની સબ જેલ પાસે વોચ ગોઠવી હતી જેમાં આ નશાના સૌદાગરો ઝડપાઈ ગયા હતાં.

Back to top button