કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જામનગરમાં કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વિભાગમાં 3 માસના બાળસિંહની કરાઈ સર્જરી

Text To Speech

જામનગરમાં કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વિભાગમાં બાળ સિંહના જડબાની સફળ સર્જરી કરી બાળ સિંહને બચાવવામાં આવ્યો હતો. બાળસિંહ ઈજાગ્રસ્ત થતા કૃષિ યુનિવર્સિટી દ્વારા તેની સારવાર કરીને ઉમદા કામગીરી કરી હતી.

 3 માસનું સિંહના બચ્ચાને જડબાના ભાજામનગરગે ઈજા

પ્રાપ્ત વિગતો અનુસાર ધારી ડિવિઝનમાં આવતી પાણીયા રેન્જમાં સિંહનું 3 માસનું બચ્ચું ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યુ હતું. તેને જડબાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યું હતું. જ્યા તપાસ કરતા ખબર પડી કે આ બાળ સિંહને જડબાનું ફેક્ચર છે. પછી આ બાળસિંહને જામનરની કૃષિ યુનિવર્સિટી દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતુ અને તેને વેટનરી ડોક્ટરની ટીમે તપાસ કરીને ઈજાગ્રસ્ત બાળસિંહની સફળ સર્જરી કરી હતી.

બાળસિંહની સર્જરી-humdekhengenews

3 કલાક ચાલ્યું ઓપરેશન

3 માસના બાળસિંહને જડબાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને જુનાગઢના કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વિભાગમાં લાવવામાં આવ્યું હતુ અને તેને વેટનરી ડોક્ટરની ટીમે બાળ સિંહની તપાસ કરીને તેની સફળ સર્જરી કરી હતી. આ બાળસિંહના સર્જરી આશરે 3 કલાક સુધી ચાલી હતી. વેટરનરી વિભાગની ટીમ દ્વારા આ બાળિંહની સફળ સર્જરી કરવામાં આવી હતી. આ ઓપરેશન સફળ રહેતા ધારીના મુખ્ય વન સંરક્ષકે એનિમલ કેર સેન્ટરની ટીમને અભિનંદન આપ્યા હતા.

ગીર, અમરેલી , ધારીમાં સિંહોની વસ્તી

જૂનાગઢમાં સિંહોની વસ્તી હોવાથી અહી સિંહ જોવા મળતા હોય છે. ખાસ કરીને અહી ગીર, અમરેલી , ધારીની રેન્જમાં ખાસ એશિયાટિક સિંહો જોવા મળતા હોય છે. અને છેલ્લા કેટલાક સમયથી અહી સિંહોની વસ્તીમાં વધારો પણ નોંધાયો છે. અહી ફોરેસ્ટ વિભાગ પણ સિંહની ખાસ કાળજી રાખતા હોય છે. અને જંગલ વિસ્તારમા ફરીને કોઈ ઈજાગ્રસ્ત પ્રાણી મળી આવે તો તેને તરત એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડીને તેની સારવાર કરવવામાં આવતી હોય છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં મળશે કેબિનેટ બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

Back to top button