ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં કોંગ્રેસ-RJDમાં ગાબડું પડ્યું, લોકસભા ચૂંટણી પહેલા 3 MLAએ કર્યો પક્ષપલટો

પટણા (બિહાર), 27 ફેબ્રુઆરી: બિહારમાં સરકાર બદલાયા બાદ પણ એક પછી એક રાજકીય ઘમાસાણ ચાલુ છે. આ ક્રમમાં રાજ્ય વિધાનસભામાં એક મોટી ઘટના બની હતી. વાસ્તવમાં મહાગઠબંધનના ત્રણ ધારાસભ્યોએ પક્ષ બદલ્યો હતો. કોંગ્રેસના બે અને RJDના એક ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. સમ્રાટ ચૌધરીએ તેમને પાર્ટીમાં સામેલ કર્યા.એક તરફ, લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પક્ષપલટો થવાની વિપક્ષને મોટો ઝટકો લાગ્યો છે.

કોંગ્રેસના 2 અને RJDના 1 ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો

વિપક્ષમાં ફરી એક વખત મોટું ગાબડું પડ્યું છે. મળતી માહિતી મુજબ, મંગળવારે બિહાર વિધાનસભામાં કોંગ્રેસના બે ધારાસભ્યો અને આરજેડીના એક મહિલા ધારાસભ્યએ પક્ષ બદલ્યો છે. બિહારમાં નીતિશ કુમારના વિશ્વાસ મત પછી પણ ધારાસભ્યોના પક્ષ બદલવાની પ્રક્રિયા ચાલુ છે. આ ત્રણેય ધારાસભ્ય શાસક પક્ષમાં જોડાયા છે. કોંગ્રેસના મુરારી ગૌતમ અને સિદ્ધાર્થ સૌરવ તેમજ RJDના મોહનિયાના ધારાસભ્ય સંગીતા દેવીએ તેમની પાર્ટી સાથે છેડો ફાડીને સત્તાધારી પક્ષનો હાથ પક્ડ્યો છે. જો કે, વિધાનસભા સચિવાલયે પણ ધારાસભ્યોની સદસ્યતા અંગે કોઈ આદેશ જારી કર્યો નથી. જ્યાં સુધી નોટિફિકેશન બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી વિપક્ષના કોઈપણ ધારાસભ્યને સત્તાધારી પક્ષ સાથે ગણી શકાય નહીં.

બિહારના રાજકારણમાં ઉથલપાથલ ચાલુ

મહાગઠબંધન તૂટ્યા બાદ બિહારના રાજકારણમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. એવી અટકળો હતી કે લાલુ પ્રસાદ મોટો ખેલ રમશે અને શાસક પક્ષના કેટલાક ધારાસભ્યોને પોતાના પક્ષમાં સામેલ કરીને સરકાર બનાવવામાં સફળ થશે. પરંતુ, તેનાથી ઊલટું થયું. આ પહેલા પાર્ટીના ત્રણ ધારાસભ્યોએ RJD સાથે છેડો ફાટ્યો. તેમજ આજે વધુ એક ધારાસભ્યએ પાર્ટી છોડી દીધી છે. બીજી તરફ, કોંગ્રેસ જે શરૂઆતથી દાવો કરી રહી હતી કે તેના તમામ ધારાસભ્યો સંપૂર્ણ રીતે એક છે, તેને પણ મોટો ફટકો પડ્યો છે.

ભાજપ ગુંડાઓની પાર્ટી છે: રાબડી દેવી

બિહારના પૂર્વ સીએમ અને RJD નેતા રાબડી દેવીએ પાર્ટીના નેતા પક્ષ બદલતા પહેલા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પાર્ટીના ધારાસભ્યો પર એજન્સીના દરોડા અંગે તેમણે કહ્યું કે, ભાજપ હવે ભાજપ નથી રહી. તે જંગલ પાર્ટી બની ગઈ છે, તે ગુંડાઓની પાર્ટી બની ગઈ છે. પહેલા પણ ‘ગુંડા રાજ’ હતું અને આજે પણ તે જ છે.

આ પણ વાંચો: JDU ધારાસભ્યોને તોડવા રૂ.10 – 10 કરોડની ઓફર, RJD નેતાઓ સામે ફરિયાદ

Back to top button