અમદાવાદગુજરાત

નડિયાદમાં મકાનનો સ્લેબ તૂટતા 3 શ્રમિકો દટાયા,સ્થાનિકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા

Text To Speech

નડિયાદ, 11 માર્ચ 2024, શહેરમાં નિર્માણાધિન મકાનનો સ્લેબ તૂટતા કામ કરી રહેલા ત્રણ શ્રમિકો દટાઈ ગયા હતાં. જેમને સ્થાનિક લોકોએ બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને થતાં તાત્કાલિક કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાથી ભારે અફરાતફરી સર્જાઈ હતી. મામલતદાર સહિતના અધિકારીઓ દોડી ગયા હતાં.

ત્રણેય શ્રમિકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે નડિયાદના સ્પોર્ટસ કોમ્પલેક્સ નજીક આવેલ અદનાન પાર્ક સોસાયટીમાં નિર્માણાધીન મકાનનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેમાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો દટાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો ઉમટી પડ્યા હતા અને કાટમાળમાં દટાયેલા ત્રણેય શ્રમિકોને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ફાયર બ્રિગેડે કાટમાળમાં વધુ કોણ દટાયું છે તેની તપાસ કરી હતી પણ કોઈ મળી આવ્યું નથી.

બે શ્રમિકોને સામાન્ય ઈજા પહોંચી છે
આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ મીડિયાને જણાવ્યું હતું કે, હું અહીં નજીકમાં ચા પીવા માટે આવ્યો હતો. ત્યારે મોટા ધડાકાનો અવાજ સાંભળતા હું ત્યાં દોડ્યો હતો. મકાનનો સ્લેબ તૂટી ગયો હતો અને તેના કાટમાળમાં શ્રમિકો દટાઈ ગયા હતાં. અમે અન્ય સ્થાનિક લોકો સાથે મળી દટાયેલા શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બંને લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.

આ પણ વાંચોઃસિટી બ્યુટી કોમ્પિટિશનની કોમર્શિયલ કેટેગરીમાં અમદાવાદનું ગુજરી બજાર પ્રથમ ક્રમે

Back to top button