ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ફિલિપીન્સની યુનિવર્સિટીમાં પ્રાર્થનાસભા દરમિયાન આતંકી હુમલો, 3 નાં મૃત્યુ

Text To Speech

મનીલા, 03 ડિસેમ્બર: ફિલિપીન્સની એક યુનિવર્સિટીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટમાં 3 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 9 ઘાયલ થવાનું કહેવાય છે. વિસ્ફોટના કારણે યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે મિંડાનાઓ સ્ટેટ યુનિવર્સિટીમાં ધાર્મિક મેળાવડા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. મળતી માહિતી અનુસાર, આ ઘટના આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યું છે. જો કે, આ યુનિવર્સિટી મારાવી શહેરમાં સ્થિત છે, જે 2017થી ઇસ્લામિક સ્ટેટ તરફી આતંકવાદીઓ દ્વારા ઘેરાબંધી હેઠળ છે.

સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યે થયો હતો. આ સમયે વિદ્યાર્થી અને શિક્ષકો કેથોલિક પ્રાર્થના સભા માટે જીમની અંદર એકઠા થયા હતા. એવું માનવામાં આવે છે કે વિસ્ફોટની આ ઘટના બદલો લેવાના હેતુથી કરવામાં આવી હતી. ફિલિપાઈન્સની સૈન્યએ શનિવારે મગુઈંડાનાઓ ડેલ સુર પ્રાંતમાં એક દિવસ પહેલા લશ્કરી કાર્યવાહીમાં પ્રો-ઈસ્લામિક સ્ટેટ જૂથ દાવલા ઈસ્લામિયાહ-ફિલિપાઈન્સના સભ્યો સહિત 11 આતંકવાદીઓને મારી નાખ્યા હતા.

મિંડાનાઓ સ્ટેટ યુનિવર્સિટીએ ધાર્મિક મેળાવડા દરમિયાન થયેલી હિંસાની ઘટનાની સખત નિંદા કરી છે. યુનિવર્સિટીએ હાલમાં આગામી આદેશ સુધી વર્ગો બંધ કરી દીધા છે. આ ઘટનાને પગલે ઘાયલોનો તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે. યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ની ડિમાન્ડ વધી, ચોવીસ કલાક શો ચાલુ રાખ્યા

Back to top button