ગુજરાત
કાંકરેજના થરા શિહોરી હાઈવે પર વડા પુલ નજીક કાર પલ્ટી ખાઈ જતાં 3ના મોત; 4 વ્યક્તિ ઘાયલ


પાલનપુરઃ કાંકરેજના થરા-શિહોરી હાઈવે ઉપર વડા પુલ નજીક કાર પલટી મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડીસા તરફથી જઈ રહેલા એક જ પરિવારના સભ્યોની કાર શિહોરી હાઈવે ઉપર વડા પુલ નજીક પલટી ખાઈ જતા 2 લોકોના મોત નીપજ્યા છે અને ચાર જેવા લોકો ઘાયલ થયાં છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
હાલો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ થરા શિહોરી હાઈવે પર કાર પલટી ખાઈ જવાનાં કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.