ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુમાં ભૂસ્ખલન થતાં ઘર ધરાશાયી થયું, માતા સહિત 3 માસૂમોએ ગુમાવ્યા જીવ

Text To Speech

શ્રીનગર (જમ્મુ-કાશ્મીર), 03 માર્ચ: જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી વરસાદ ચાલુ છે. વરસાદને કારણે ભૂસ્ખલન પણ શરૂ થઈ ગયું છે. તાજેતરનો મામલો રિયાસી જિલ્લામાં ભૂસ્ખલનની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં મહોર સબ ડિવિઝનના ચાસણા ગામમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થયું, જેમાં એક 2 મહિનાનું બાળક, તેની માતા અને અંદર સૂઈ રહેલા અન્ય બે બાળકોનાં મૃત્યુ નીપજ્યાં હતા. રિયાસીના ડેપ્યુટી કમિશનર સ્પેશિયલ પોલ મહાજને આ ઘટના અંગે માહિતી આપી છે.

ઘર ધરાશાયી થતાં ત્રણ બાળક અને માતાએ જીવ ગુમાવ્યો

મૃતક મહિલાની ઓળખ ફૂલન અખ્તર તરીકે થઈ છે અને તેના ત્રણ બાળકોની ઓળખ નસરીન કૌસર, અમરીન કૌસર અને કમરીના કૌસર તરીકે થઈ છે. જેની ઉંમર બે વર્ષથી પાંચ વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. જ્યારે ઘાયલોની ઓળખ કાલુ અને બાનો તરીકે થઈ છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા રિયાસી ડીસી સ્પેશિયલ પાલ મહાજને ઘાયલોને સારી સારવાર અને અન્ય મદદ માટે અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે મોકલી છે.

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બીજા દિવસે પણ બંધ

જમ્મુ-કાશ્મીર ટ્રાફિક પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રામબન જિલ્લાના ધલવાસ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે સતત બીજા દિવસે બંધ રહ્યો છે. ભૂસ્ખલનને કારણે રોડ પર કાટમાળ પડ્યો છે. આ સાથે મેદાની વિસ્તારોમાં વરસાદી માહોલ જારી રહ્યો છે.

આ પણ વાંચો: ભારતે છેવટે રાવીનું પાણી પાકિસ્તાન વહેતું અટકાવ્યું, જમ્મુ-કાશ્મીર, પંજાબને થશે ફાયદો

Back to top button