ગુજરાત

છેલ્લા 10 દિવસમાં 3 ખેડૂત મોતને ભેટયા, જવાબદાર કોણ ?

Text To Speech

ગુજરાતમાં સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને આજે તો કેટલીક જગ્યાએ વરસાદી વાતાવરણ પણ બન્યું છે. ત્યારે જગતનો તાત ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યો છે અને આવી ઠંડીમાં પણ પોતાના ખેતરમાં ઉઘાડેલ પાક માટે અડધી રાત્રે પણ સરકારની ખરાબ નીતિ ને કારણે જવા મજબૂર બન્યો છે.

આ પણ વાંચો : સિપાહી તો પકડાયા પણ સેનાપતિ અને રાજા ક્યારે પકડાશે? તેમનું સામ્રાજ્ય યથાવત
farmer - Humdekhengenewsગુજરાતમાં છેલ્લા 10 દિવસથી ઠંડીનું પ્રમાણ સતત વધ્યું છે અને સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સવારથી જ રાજ્યમાં કેટલીય જગ્યાએ કમોસમી વરસાદ પણ થયો છે. છેલ્લા 10 દિવસમાં સરકારના પાપે 3 ખેડૂતોનો જીવ લીધો છે. પણ સરકાર તો ઠંડીથી બચીને ક્યાંક ખૂણામાં બેસી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ઉધોગપતિઓની સારી સારસંભાળ રાખવામાં મશગુલ સરકારને ગુજરાતના ખેડૂતની અઅ દુર્દશા દેખાતી નથી તેવું લાગી રહ્યું છે.

હમણાં એકાદ દિવસ પહેલા જ ખુદ ભાજપના જ એક નેતાએ ખેડૂત ને લઈને એક ટ્વીટ કર્યું હતું પણ નેતાજીએ સરકાર સુધી એ ખેડૂતની દશાને પહોંચાડવાની તસતી ન લીધી. ખેડૂતને આવી ઠંડીમાં પણ સરકાર રાત્રે વીજળી આપતી હોવાથી પાણી માટે થઈને રાત્રે ખેતરમાં જવા મજબૂર બન્યો છે. 3 ખેડૂતના છેલ્લા 10 દિવસમાં મોત થયા હોવા છતાં સરકાર કોઈ પગલાં ભરવા તૈયાર નથી.

આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારોમાં ઠંડી અને માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક ભારે !

રાજ્યના કેટલાય ખેડૂતો એવા છે કે જે રાત્રિના વીજળીથી પરેશાન છે પણ તેમનો અવાજ ક્યાંક સરકાર સુધી પહોંચી જ નથી શકતો અને પેલા કિસાન સંઘ વાળા પણ ખેડૂતના મોત થવા છતાં તેમના પેટનું પાણી હલતું નથી.

Back to top button