મનોરંજનવિશેષ

આજે સિનેમાઘરોમાં પગ મુકશે’3 એક્કા’, અભિનેતા મલ્હાર ઠાકરે ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી

Text To Speech

આજે સિનેમાઘરોમાં પગ મુકશે’3 એક્કા’

મલ્હાર ઠાકરની ફિલ્મ ‘3 એક્કા’ આજે એટલે કે 25 ઓગસ્ટના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. અભિનેતાના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જયારે આજે એ દિવસ આવી ગયો છે. આ સાથે જ અભિનેતાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફેન્સને માહિતી આપી છે.

આ પણ વાંચો : એક-બે નહીં પણ 4 ગુજરાતી ફિલ્મોને મળ્યો ‘નેશનલ ફિલ્મ એવોર્ડ’; સાઉથનો દબદબો

થોડા દિવસો પહેલા આ ફિલ્મનું સોન્ગ ‘ભેરુડા’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોન્ગમાં એશા કંસારા પણ જોવા મળી રહી છે અને 3 મિત્રોની મસ્તી જોવા મળે છે. આ સોન્ગ બહાર આવતા જ ચાહકોમાં ફિલ્મ જોવાની ઈચ્છા વધારી દીધી હતી. આ સાથે જો વાત કરવામાં આવે તો ગુજરાતી ફિલ્મ ‘3 એક્કા’ના પ્રમોશનને લઈને મોટો વિવાદ પણ સર્જાયો હતો .

 

View this post on Instagram

 

A post shared by Esha Kansara (@esharkansara)

 

આ પણ વાંચો : જાણો રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ નું 15મા દિવસનું કલેક્શન

વડોદરામાં ‘3 એક્કા’ ફિલ્મના પ્રમોશન વખતે ફિલ્મ પ્રમોટરો બુટ ચંપલ પહેરી મંદિરમાં જતાં વિવાદ સર્જાયો હતો. આપને જણાવી દઈએ કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર હવે ફરી એકવખત સાથે જોવા મળશે. મલ્હાર, મિત્ર અને યશની નવી ફિલ્મ ‘3 એક્કા’ આજે સિનેમાઘરોમાં પગ મુકશે. ફિલ્મને લઈને ચાહકો ખુબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો : ‘હડ્ડી’ ફિલ્મના ટ્રેલરમાં નવાઝુદ્દીનનો જોવા મળ્યો ખૂંખાર અવતાર

Back to top button