અમરેલીના આ ગામમાં 4 મિનિટમાં 3 ભૂકંપના આંચકા, જાણો શા માટે ગામમાં વારંવાર આવી રહ્યા છે આંચકાં?
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા મીતીયાળા ગામમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. મીતીયાળા ગામના લોકો સતત ભયના ઓથાર નીતે જીવી રહ્યા છે. ત્યારે મીતીયાળા પંથકમાં આજે સવારે ઉપરાઉપરી ત્રણ ભૂકંપના આંચકા આવ્યા હતા.
મીતીયાળા ગામમાં ફરી એક વાર ભૂકંપના આંચકા
મળતી માહીતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા મીતીયાળા ગામમાં આજે ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહી એક બે નહી પરંતુ એક સાથે ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. લોકોને પોતાના ઘરની અંદર જતા પણ બીક લાગે છે.
4 મિનિટમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા
સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં આજે સવારે 4 મિનિટમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં પહેલો આંચકો સવારે 7.51 કલાકે અને બીજો આંચકો સવારે 7.53 કલાકે જ્યારે ત્રીજો આંચકો સવારે 7.55 કલાકે અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું હતું. અને આ ભૂકંપના આંચકાની તિવ્રતા 3.2 નોંધાઈ છે.
દોઢેક મહિનાથી સતત અનુભવાય છે ભૂકંપના આંચકા
ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ મહિનાથી આ ગામમાં અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેથી લોકોમાં સતત ભયનો માહોલ રહેતો રહેતો છે.
આ કારણે ગામમાં સતત આવે છે ભૂકંપના આંચકા
આ ગામમાં સતત આવતા ભૂકંપની તપાસ માટે લગભગ બે અઠવાડિયા પહેલા આ ગામમાં સિસમોલોજી ડિઝાસ્ટર મેન્જેમેન્ટ ટીમે તપાસ કરી હતી અને તેમણે તપાસ કરી ગામવાસીઓ સાથે બેઠક કરીને જમીનમાં થતી હલચલ અંગે માહીતી આપી હતી અને જણાવ્યુ હતુ કે અહી જમીનના પેટાળમાં 6400 કિલોમીટરમાં થતી મધ્ય કેન્દ્રમાં હલચલને કારણે નાના-નાના આંચકાઓ આવે છે.
આ પણ વાંચો : ITAએ જિમ્નાસ્ટ દીપા કર્માકર પર મુક્યો 21 મહિનાનો પ્રતિબંધ, જાણો કેમ કરવામાં આવી કાર્યવાહી