ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 3 દિવસ વરસાદની માહોલની આગાહી, જાણો કયા પડશે ધોધમાર વરસાદ

Text To Speech
  • અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી
  • 25મીએ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી
  • દિવાળી બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો

ગુજરાતમાં 3 દિવસ વરસાદી માહોલની આગાહી છે. જેમાં શિયાળાની શરુઆતમાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 24 થી 26 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. તેમાં 24મીએ નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં વરસાદની સંભાવના છે.

25મીએ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે 25મીએ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી છે. તેમજ 26 નવેમ્બરે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. તથા સમગ્ર રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડી પડવાની શક્યતા છે. જેમાં માવઠું બાદ કડકડતી ઠંડી પડવાની આગાહી છે. તથા નલિયામાં સૌથી ઓછુ 16 ડિગ્રી તાપમાન રહેશે. તથા ગાંધીનગર 16.4 અને અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી ડો. મનોરમા મોહન્તીએ કરી છે. આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરામાં માવઠાની આગાહી છે. આ સાથે જ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં ગુલાબી ઠંડી, તાપ અને વાદળછાયું વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે. દિવાળી બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. આ સાથે અમદાવાદ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વરસાદ ઉત્તર-પૂર્વીય પવનને કારણે છે જે પ્રદેશમાં નીચલા સ્તરે પ્રવર્તી રહ્યો છે. આ માવઠાની આગાહીએ સામાન્ય માણસની સાથે ખેડૂતોની પણ ચિંતા વધારી છે.

Back to top button