ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યની આ બે નગરપાલિકાઓને નગર સેવા સદન નિર્માણ માટે 3 કરોડ રૂપિયા ફાળવવામા આવ્યા 

  • પાછલા બે વર્ષમાં રાજ્યની 11 નગરપાલિકાઓને નગર સેવા સદનના બાંધકામ માટે 13.84 કરોડ રૂપિયા ફાળવાયા
  • માણાવદર નગરપાલિકાને રૂ. 1 કરોડ વિસનગર નગરપાલિકાને રૂ. 2 કરોડની સહાય નગર સેવા સદન બાંધકામ માટે મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની માણાવદર અને વિસનગર નગરપાલિકાઓને નવા નગર સેવા સદન નિર્માણ માટે કુલ ૩ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ સહાય મંજૂર કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શું છે ? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણજયંતિના ઉપલક્ષ્યમાં આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવેલી છે. રાજ્યની જે નગરપાલિકાઓ પાસે પોતાનું ભવન ન હોય અથવા જે નગરપાલિકાઓના બિલ્ડીંગ 30 વર્ષ કે તેથી વધુ જૂના હોય તેવી નગરપાલિકાઓને રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નવા નગર સેવા સદન નિર્માણ માટે સહાય આપે છે.તદ્દઅનુસાર, રાજ્યમાં ‘અ’ અને ‘બ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. બે કરોડ તેમજ ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 1 કરોડ આવા નવા નગર સેવા સદન ના બાંધકામ માટે આપવામાં આવે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ માણાવદર અને વિસનગર નગરપાલિકાએ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મારફતે રજૂ કરેલી નગર સેવા સદન ના નવા ભવન નિર્માણ માટેની દરખાસ્તને તેમણે અનુમોદન આપ્યું છે.

નગરપાલિકાઓ-humdekhengenews

જાણો કઈ નગરપાલિકાને કેટલા ફાળવવામા આવ્યા

વિસનગર નગરપાલિકા ‘બ’ વર્ગની નગરપાલિકા હોઇ તેને રૂ. બે કરોડ અને ‘ક’ વર્ગની માણાવદર નગરપાલિકાને રૂ. 1 કરોડ નવા નગર સેવા સદન માટે તેમણે મંજૂર કર્યા છે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે પાછલા બે વર્ષમાં રાજ્યની 11 નગરપાલિકાઓને નવા નગર સેવા સદન ના નિર્માણ કાર્યો માટે કુલ 13 કરોડ 84 લાખ 33 હજાર રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવેલી છે.
આ નગરપાલિકાઓમાં ‘અ’ વર્ગની એક નગરપાલિકાને રૂ. બે કરોડ, ‘બ’ વર્ગની 3 નગરપાલિકાઓને રૂ. 5.45 કરોડ, ‘ક’ વર્ગની 4નગરપાલિકાઓને રૂ. 3.49 કરોડ અને ‘ડ’ વર્ગની 3 નગરપાલિકાઓને રૂ. 2.89 કરોડ નગર સેવા સદન ના બાંધકામ માટે ફાળવવામાં આવેલા છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને 2024 સુધી લંબાવી છે

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રૂ. 8086 કરોડના બજેટ પ્રાવધાન સાથે2024 સુધી લંબાવી છે.
આ યોજના દ્વારા રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પાયાની માળખાકીય સુવિધાઓના કાર્યો હાથ ધરવામાં આવે છે.

 આ પણ વાંચો : ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે PM મોદીનો અમેરિકા પ્રવાસ? આ મુદ્દાઓ પર થઇ શકે છે વાતચીત

Back to top button