અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભામાં ત્રણ નાના બાળકો રામ, લક્ષ્મણ અને જાનકીના વેશમાં આવ્યા

Text To Speech

ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2024,તાજેતરમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યાર બાદ સમગ્ર દેશ રામમય બન્યો હતો. હવે ગુજરાત વિધાનસભામાં પણ જય શ્રીરામનો નાદ ગૂંજ્યો છે. ગૃહની પ્રેક્ષક ગેલેરીમાં ત્રણ બાળકો રામ, લક્ષ્મણ અને જાનકીની વેશભૂષા કરીને આવ્યા હતાં. આ ત્રણેય બાળકોને જોઈને ધારાસભ્યોએ જય શ્રીરામના સુત્રોચ્ચાર કર્યા હતાં.

બાળકોએ રામ, લક્ષ્મણ અને જાનકીની વેશભૂષા કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત વિધાનસભા ગૃહમાં જસદણ ખાતેના પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા ગૃહનું કાર્ય કેવી રીતે થાય છે તે બતાવવા માટે આજે વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતાં. જ્યાં ત્રણ બાળકો પણ હતાં. જેમણે રામ, લક્ષ્મણ અને જાનકીની વેશભૂષા કરી હતી. આ બાળકોને પ્રેક્ષક ગેલેરીમાં જોઈને ગૃહમાં બિરાજમાન ધારાસભ્યોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતાં. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા તો છેક પ્રેક્ષક ગેલેરી સુધી જઈને ત્રણેય બાળકોને વંદન કરીને આવ્યા હતાં.

વિદ્યાર્થીઓને ગૃહની પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવ્યા
જસદણ ખાતેના પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા આજે ગુજરાત વિધાનસભામાં ગૃહનું કાર્ય નિહાળવા માટે વિદ્યાર્થીઓને લાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનિયર GPSCના વિદ્યાર્થીઓને ગૃહની પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવ્યા હતાં. પાટીદાર શૈક્ષણિક ભવનમાં પ્રથમવાર જુનિયર GPSCના કલાસ શરૂ કરાયા છે. આ વિદ્યાર્થીઓની સાથે ત્રણ બાળકો પણ હતાં. જેમને ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતાની વેશભૂષામાં પ્રેક્ષક ગેલેરીમાં લાવવામાં આવ્યા હતાં. તેમને જોઈને તમામ ધારાસભ્યોએ જય શ્રીરામનો નાદ ગજવ્યો હતો. બાળકો નાના હોવાથી તેમને જોઈને સૌ કોઈ આશ્ચર્ય પામ્યા હતાં.

આ પણ વાંચોઃવિશ્વ માતૃભાષા દિવસઃ સફળતાનો પહેલો મંત્ર જ માતૃભાષા છે

Back to top button