એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

UPSCમાં ગુજરાતના 3 ઉમેદવારોએ મેદાન માર્યુ, 31માં રેન્ક સાથે વિષ્ણુ શશિ થરુર સૌથી આગળ

  •  મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ
  • ગુજરાતમાંથી ટોપ 100 માં 3એ સ્થાન મેળવ્યું
  • 31માં રેન્ક સાથે વિષ્ણુ શશિ થરુર સૌથી આગળ

ગુજરાત, 16એપ્રિલ : દેશમાં UPSCની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે.2023માં સપ્ટેમ્બરમાં લેવાયેલી મેઇન્સના પરિણામમાં ગુજરાતના અનેક ઉમેદવારોએ બાજી મારી છે. દર વખતે ગુજરાતીઓ માત્ર બિઝનેસ કરી જાણે છે તેવા આક્ષેપો થતા હોય છે. ગુજરાતનું યુવાધન હવે UPSCમાં પણ મેદાન મારવા મક્કમ મન સાથે આગળ વધી રહ્યું છે. આ વર્ષે જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાતના કુલ 25 જેટલા ઉમેદવારોએ સફળતા હાંસલ કરી છે. દર વર્ષે UPSCની પરિક્ષામાં ઉત્તીર્ણ થતા ઉમેદવારોમાં ક્રમશ: વધારો જોવા મળી રહ્યો છે.

ટોપ 100 માં ગુજરાતના ત્રણ

ગુજરાતમાંથી સફળ થયેલા કુલ 25માથી ટોપ 100માં ત્રણ લોકોએ સ્થાન મેળવ્યું છે. જેમાં 31મા રેન્ક સાથે વિષ્ણુ શશિ કુમાર, 43મા રેન્ક સાથે ઠાકુર અંજલિ અજય અને 62માં રેન્ક સાથે અતુલ ત્યાગીએ સફળતા પ્રાપ્ત કરી છે. આ વખતે લખનઉના આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે ઓડીશાના અનિમેષ પ્રધાને બીજો રેન્ક પ્રાપ્ત કર્યો છે.અને ત્રીજા ક્રમાંકે તેલંગાણાની ડોનુરુ અનન્યા રેડ્ડી રહી છે. UPSCના મેરિટ લિસ્ટમાં કુલ 1016 ઉમેદાવારોને ઇન્ટરવ્યુ માટે પસંદ કરાયા છે.જેમાંથી 180ને IAS માટે,200ને IPSમાટે,37ને IFS માટે,જ્યારે બાકીનાને અલગ-અલગ સેન્ટ્રલ સર્વિસીસ માટે ગ્રુપ A અને ગ્રુપ B હેઠળ પસંદ કરાયા છે. આમ હવે ગુજરાત પણ દેશને હવે બ્યુરોક્રેટસ આપવાના મામલે ધીમે પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં યુવાનોને સ્પીપા કરે છેતૈયાર

ગુજરાતના યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસી દ્વારા લેવામાં આવતી IAS, IPS, IFS સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) કાર્યરત છે.આ વર્ષે યુપીએસસી સિવિલ સર્વીસીસ પરીક્ષા-2023ના જાહેર થયેલા અંતિમ પરિણામમાં સ્પીપાના ૨૫ ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી છે. આ ઉમેદવારો સિવિલ સર્વિસીસની IAS, IPS, IFS જેવી વિવિધ સેવાઓમાં અંતિમ પસંદગી પામ્યા છે.
સીએમ પટેલે પાઠવી શુભેચ્છા
મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પસંદગી પામેલા આ યુવાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પણ આપી છે.સ્પીપા ખાતે યુપીએસસી સ્ટડી સેન્ટર 1992થી કાર્યરત છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 285 ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા છે. જેમાં આ વર્ષે સૌથી વધુ એટલે કે 25 ઉમેદવારો પસંદ થયા છે.

આ 25 ગુજરાતી થયા ઉત્તીર્ણ

     ક્રમ  ઉત્તીર્ણ ઉમેદવાર – રેન્ક

  1. વિષ્ણુ શશિ કુમાર- 31
  2. ઠાકુર અંજલિ અજય- 43
  3. અતુલ ત્યાગી -62
  4. પટેલ મિતુલ કુમાર અશ્વિનભાઈ -139
  5. રમેશચંદ્ર વર્માં -150
  6. પટેલ અનિકેત કમલેશભાઈ- 183
  7. ઝા સમીક્ષા સત્યેન્દ્ર -362
  8. પટેલ હર્ષ રાજેશ કુમાર- 392
  9. ચંદ્રેશ શાંકલા -432
  10. કરણકુમાર પન્ના- 486
  11. પટોળિયા રાજ -488
  12. દેસાઈ જૈનિલ -490
  13. કંચન માનસિંહ ગોહિલ- 506
  14. સ્મિત નવનીત પટેલ -562
  15. અમરાની આદિત્ય સંજય- 702
  16. દીપ રાજેશ પટેલ -776
  17. નીતિશ કુમાર -797
  18. ઘાંચી ગઝાલા -825
  19. અક્ષય દિલીપ લંબે- 908
  20. કિશન કુમાર જાદવ -923
  21. પાર્થ યોગેશ ચાવડા -932
  22. પારગી કેયૂર દિનેશભાઈ- 936
  23. મીણા માનસી આર. -946
  24. ભોજ કેયૂર મહેશભાઈ- 1005
  25. ચાવડા આકાશ -1007  

આ પણ વાંચો: જાણો UPSC ઉમેદવારોના ફેવરીટ વિકાસ દિવ્યકિર્તી એનિમલ ફિલ્મ પર શું બોલ્યા?

Back to top button