ટ્રેન્ડિંગધર્મ

સંકષ્ટી ચતુર્થી પર 3 શુભ યોગઃ જાણો પૂજા અને ચંદ્રોદયનો સમય

  • દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અનેક ઉપવાસ કરવામાં આવે છે. તેજ રીતે ભગવાન ગણેશજીને રીઝવવા માટે સંકષ્ટી ચતુર્થી વ્રત ખૂબ જ લોકપ્રિય છે. ચતુર્થી મહિનામાં બે વાર આવે છે.

સંકષ્ટી ચતુર્થી હિન્દુ ધર્મનો પ્રખ્યાત તહેવાર છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશને તમામ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અનેક ઉપવાસ કરવામાં આવે છે. તેજ રીતે ભગવાન ગણેશજીને રીઝવવા માટે સંકષ્ટી ચતુર્થી વ્રત ખૂબ જ લોકપ્રિય છે. ચતુર્થી મહિનામાં બે વાર આવે છે.

સંકષ્ટી ચતુર્થી પર 3 શુભ યોગઃ જાણો પૂજા અને ચંદ્રોદયનો સમય hum dekhenge news

બની રહ્યા છે ત્રણ શુભ યોગ

આ મહિનાની સંકષ્ટી ચતુર્થી 30 નવેમ્બરે ઉજવવામાં આવશે. કારતક વદ ચતુર્થીને ગણાધિપ સંકષ્ટી ચતુર્થી તરીકે પણ ઉજવવામાં આવે છે. ચતુર્થીના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે. વળી આ વખતે આ દિવસે 3 શુભ યોગ બની રહ્યા છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે બપોરે 3 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે, જે બીજા દિવસે 6.56 સુધી ચાલશે.શુભ યોગ સવારથી રાતે 8.15 સુધીથી છે, જ્યારે શુક્લ યોગ રાતે 8.15થી બીજા દિવસે 8.04 સુધીનો છે. સંકષ્ટી ચતુર્થીના દિવસે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી ઉપવાસ કરવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી 30 નવેમ્બર, ગુરુવારે બપોરે 2.24 વાગ્યાથી શરુ થઈને બીજા દિવસે 1 ડિસેમ્બર બપોરે 3.31 વાગ્યા સુધી ચાલશે. ચતુર્થીનો ચંદ્રોદય 30 નવેમ્બરે થઈ રહ્યો હોઈ 30 નવેમ્બરે જ ચતુર્થીનું વ્રત કરવામાં આવશે.

સંકષ્ટી ચતુર્થી પર 3 શુભ યોગઃ જાણો પૂજા અને ચંદ્રોદયનો સમય hum dekhenge news

સંકષ્ટી ચતુર્થી પૂજા પદ્ધતિ

સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણપતિના આશીર્વાદ મેળવવા માટે સૂર્યોદય પહેલા વહેલી સવારે ઉઠીને સ્નાન કરી ઉપવાસ કરવાનો સંકલ્પ કરો. આ દિવસે લાલ રંગના કપડા પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વચ્છ વસ્ત્રો પહેર્યા પછી ગણપતિની પૂજા શરૂ કરો. ગણપતિની પૂજા કરતી વખતે વ્યક્તિએ પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર તરફ રાખવું જોઈએ. ગણપતિની મૂર્તિને ફૂલોથી સારી રીતે શણગારો. પૂજા દરમિયાન તલ, ગોળ, લાડુ, ફૂલ, તાંબાના કલશમાં પાણી, ધૂપ, ચંદન અને કેળા અથવા નારિયેળ પ્રસાદ તરીકે રાખો.

ગણપતિની પૂજા દરમિયાન દેવી દુર્ગાની મૂર્તિ પાસે રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગણપતિને કુમકુમ ચઢાવો, ફૂલ અને જળ ચઢાવો. સંકષ્ટીના દિવસે ભગવાન ગણેશને તલના લાડુ અને મોદક અર્પણ કરો. ગણપતિના મંત્રનો જાપ કરો. વ્રત રાખનારાઓએ પૂજા પછી ફળ, મગફળી, ખીર, દૂધ કે સાબુદાણા જ ખાવા જોઈએ. સાંજે ચંદ્ર ઉગતા પહેલા, ગણપતિની પૂજા કરો અને સંકષ્ટી વ્રત કથાનો પાઠ કરો.

આ પણ વાંચોઃ 700 વર્ષ બાદ શુક્ર-ગુરુ આમને સામને, વર્ષ 2024 આ રાશિઓ માટે વરદાન

Back to top button