ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

8774 સિમ કાર્ડ અને નેપાળી ચલણના મામલામાં 3ની ધરપકડ, સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથધરી

Text To Speech
  • ગોપાલગંજમાંથી મળી આવેલા 8 હજાર 774 સિમ કાર્ડ મામલે ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU) અને બિહાર ATS કરી રહી છે તપાસ

બિહાર, 8 એપ્રિલ: બિહારના ગોપાલગંજમાં લોકસભા ચૂંટણી પહેલા સો કે બસો નહીં પરંતુ 8 હજાર 774 સિમ કાર્ડ અને નેપાળી ચલણ મળી આવ્યાના મામલામાં સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, આર્થિક અપરાધ એકમ (EOU) અને બિહાર ATS આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસ અને તપાસ એજન્સીઓને આશંકા છે કે સિમ કાર્ડનો આ મોટો જથ્થો લોકસભાની ચૂંટણીમાં ગેરરીતિ સર્જવાનું ષડયંત્ર હોઈ શકે છે.

સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આની પાછળ દુશ્મન દેશ ચીનનો પણ હાથ હોઈ શકે!

પોલીસ તપાસ દરમિયાન પ્રાપ્ત માહિતી અનુસાર આ સિમ કાર્ડ દિલ્હીથી ફ્લાઈટ દ્વારા ગોરખપુર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ નેપાળથી આવેલા પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના ત્રણ યુવકોએ એરપોર્ટ પરથી સિમકાર્ડ મેળવ્યા હતા. સમગ્ર નેટવર્ક નેપાળના કાઠમંડુથી કાર્યરત હતું. તેથી સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આની પાછળ દુશ્મન દેશ ચીન પણ હોઈ શકે છે.

આરોપીએ બાંગ્લાદેશી હોવાના પોલીસને ઈનપુટ મળ્યા

ધરપકડ કરાયેલા ત્રણ યુવકોએ પશ્ચિમ બંગાળના માલદાના રહેવાસી હોવાનો દાવો કર્યો છે. પરંતુ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે પોલીસને ઈનપુટ મળ્યા હતા કે આ બંને બાંગ્લાદેશી છે. ગોપાલગંજના એસપી સ્વર્ણ પ્રભાતે કહ્યું કે તપાસ એજન્સીઓ દ્વારા જે પણ મદદ માંગવામાં આવશે તેમાં પોલીસ સહયોગ કરશે.

5 એપ્રિલે 8774 કાર્ડ મળી આવ્યા હતા

 

ગોપાલગંજના કુચાયકોટ પોલીસ સ્ટેશનની પોલીસે યુપી-બિહારના બલથારી ચેકપોસ્ટ પર 5 એપ્રિલે એક કારમાંથી 8 હજાર 774 સિમ કાર્ડ અને 18 હજાર નેપાળી ચલણ મળી આવ્યું હતું. પકડાયેલા યુવકે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ સિમકાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતો હતો.

આ પણ વાંચો: પંજાબમાં ખાલિસ્તાની આતંકી અમૃતપાલ સિંહની માતાની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?

Back to top button