ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ગુજરાતના 28 લાખ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં પી.એમ. કિશાન નિધિ સહાયનો 11મો હપ્તો જમા થયો

Text To Speech

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં આયોજીત ‘ગરીબ કલ્યાણ સંમેલનમાં’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિમલાથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. વડાપ્રધાનએ ગુજરાત સહિત દેશભરના લાભાર્થી- નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ સંમેલનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્માં મંદિર ખાતે યોજાયો હતો. રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મહાનુભાવો અને લાખોની સંખ્યામાં નાગરીકો-લાભાર્થીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

આ સંમેલનમાં વડાપ્રધાનએ ગુજરાતના ૨૮ લાખ ખેડૂતો સહીત દેશભરના કરોડો ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં પી.એમ. કિશાન નિધિ સહાયનો ૧૧મો હપ્તો DBT માધ્યમથી ચુકવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારના આઠ વર્ષ દરમિયાન મોદી સરકારે ભારતને નવી દિશા આપી છે, વિકાસના નવા રસ્તાઓ આપ્યા છે. આઠ વર્ષ પછી મોદી સરકાર શ્રદ્ધા, ઊર્જા, આશા, અપેક્ષાનું પ્રતિક બની ગઈ છે. ગુજરાતના લોકોને ડબલ એન્જીનની સરકારનો લાભ વિકાસ કામોની તેજ ગતિ માટે રહ્યો છે
નરેન્દ્ર મોદીની સરકારે ગરીબોને ટેકો આપ્યો છે, મહિલાઓમાં સુરક્ષા અને સ્વાભિમાનની ભાવના જાગૃત કરી છે. યુવાનોમાં અપાર ઊર્જાનો સંચાર કર્યો છે. ખેડૂતોમાં આત્મવિશ્વાસ જગાડ્યો છે અને સામાન્ય નાગરિકોનો વિશ્વાસ અને અપેક્ષાઓ વધારી છે.

વડાપ્રધાનની વિકાસની રાજનીતિ દેશ આખો અનુભવી રહ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકવીસમી સદીના ભારતના નવનિર્માણ તરફ ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. નરેન્દ્ર મોદીની સરકારે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દૃઢ નિશ્ચય આ પાંચ આધારો પર સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા ચાલુ રાખી છે. ગરીબોના ઉત્થાન માટે પ્રતિબદ્ધ સરકાર છે અને દેશને વિશ્વગુરુ બનાવવા માટે સંકલ્પબદ્ધ છે. ગરીબોની દરેક નાની-મોટી સમસ્યાને દૂર કરવાના મંત્ર સાથે કામ કરી રહી છે. આજે સ્વાસ્થ્ય, ગેસ કનેક્શન, આવાસ, સન્માન નિધિ દ્વારા મોદીજીએ ગરીબોનું જીવનધોરણ ઊંચું લાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. મોદી સરકારે નાનામાં નાના માણસોનું ધ્યાન રાખ્યું છે, ગરીબોની આશાને નવી પાંખો મળી છે. તેમનામાં આત્મવિશ્વાસ જાગ્યો છે. મોદીજી જેવા પ્રભાવશાળી નેતા જ આ કરી શકે. નરેન્દ્ર મોદીએ યોજનાઓના સેચ્યુરેશનની નવતર પહેલ કરાવી અંત્યોદયથી સર્વોદયને સાકાર કર્યો છે. સુશાસનની આગવી કેડી કંડારી તેઓ ગાંધીજી અને સરદાર સાહેબના સપનાનું ભારત બનાવી રહ્યા છે.

મુખ્યમંત્રીએ કેંદ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ દેશના નાગરીકોને મળેલા લાભની વિસ્તૃત છણાવટ કરી હતી, ત્યારબાદ તેમણે પણ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી નાગરીકો સાથે વાર્તાલાપ કરી તેમના પ્રતિભાવો જાણ્યા હતા. મુખ્યમંત્રીએ આવા જે લાભાર્થી સાથે વાતચીત કરી તેમાં પોષણ યોજના, નળ સે જળ, આયુષ્ય માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજનાના તેમજ સ્વ નિધિ યોજનાઓના કચ્છ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ જિલ્લાના લાભાર્થીઓ સાથે સહજ વાતચીત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ લાભાર્થીઓ સહિત સૌ લાભાર્થીઓને અનુરોધ કર્યો કે બાળકોને શિક્ષણ,ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય સહિતની યોજનાઓ ના લાભ લેવા પણ આગળ આવે અને સૌના સાથ સૌના વિકાસ નો મંત્ર સાકાર કરે.

Back to top button