ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ શહેરના 3.50 લાખ રેશનકાર્ડધારકો અનાજથી વંચિત

Text To Speech
  • NFSAના 3.50 લાખ રેશનકાર્ડધારકોને 10 દિવસ છતાં હજી સુધી તુવેરદાળ મળી નથી
  • કચેરીએ પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી રેશનકાર્ડધારકો ધક્કે ચઢયા
  • સસ્તા અનાજની દુકાનના માલિકોના એકાઉન્ટમાંથી પૈસા પણ ભરાઈ ગયા

અમદાવાદ શહેરના 3.50 લાખ રેશનકાર્ડધારકો 10 દિવસથી અનાજથી વંચિત છે. જેમાં પુરવઠા વિભાગના અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપે છે. તથા તમામ રેશનકાર્ડધારકોને 1-1 કિલો તુવેરદાળ આપવાની જાહેરાત કરાઇ છે. સસ્તા અનાજની દુકાનના માલિકોના એકાઉન્ટમાંથી પૈસા પણ ભરાઈ ગયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં અગાઉ AMTSની 350 બસ ચાલતી, હવે આંકડો જાણી રહેશો દંગ 

NFSAના 3.50 લાખ રેશનકાર્ડધારકોને 10 દિવસ છતાં હજી સુધી તુવેરદાળ મળી નથી

અમદાવાદમાં સસ્તા અનાજની 800 દુકાનોમાં નોંધાયેલા NFSAના 3.50 લાખ રેશનકાર્ડધારકોને 10 દિવસ છતાં હજી સુધી તુવેરદાળ મળી નથી. આ વખતે તમામ રેશનકાર્ડધારકોને 1-1 કિલો તુવેરદાળ આપવાની જાહેરાત કરાઇ છે. રેશનકાર્ડધારકો તડકાંમાં ધક્કા ખાય છે, દુકાનદારોએ કહ્યું કે, પરમિટ નીકળી ગઈ છે, પૈસા પણ ભરી દીધા છે. પરંતુ જથ્થો હજી સુધી મળ્યો નથી. સસ્તા અનાજનું વિતરણ કરનાર દુકાનદારોએ કહ્યું કે, ગત 31મી માર્ચે તુવેરદાળ માટે પરમીટ નીકળી ગઇ છે.

આ પણ વાંચો:અમદાવાદ: AMC દ્વારા શહેરીજનોની સુવિધા માટે વર્ષમાં રૂ. 4.5 કરોડનો ખર્ચ કર્યો છતાં પે એન્ડ યૂઝની સફાઈમાં ધાંધિયા

કચેરીએ પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી રેશનકાર્ડધારકો ધક્કે ચઢયા

ઉલ્લેખનીય છે કે સસ્તા અનાજની દુકાનના માલિકોના એકાઉન્ટમાંથી પૈસા પણ ભરાઈ ગયા છે, પરંતુ 10 એપ્રિલ સુધી તુવેરદાળ જ મળી નથી. શુક્રવારે દાળનો જથ્થો શાહીબાગ ગોડાઉનમાં આવશે ત્યારબાદ સમયસર દાળ પહોંચશે તો શનિવાર અથવા સોમવારથી દુકાનદારો તુવરેદાળનું વિતરણ કરશે. પુરવઠા વિભાગના અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપે છે. બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા સાઇલન્ટ કરાયેલા રેશનકાર્ડને લઇને ઓનલાઇન કેવાયસીની પ્રક્રિયા માટે પુરવઠા વિભાગની કચેરીએ પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી રેશનકાર્ડધારકો ધક્કે ચઢયા છે.

Back to top button