
જયપુર, 27 માર્ચ, 2025: પીએમ ખેડૂત સન્માન નિધિમાં અસાધારણ છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 29,000 fake farmers જ્યાં એકપણ મુસ્લિમ વ્યક્તિ નથી તેવા ગામમાં મુસ્લિમ ખેડૂતોના નામે 29,000 નકલી ખાતાં ખૂલી ગયાં અને એ દ્વારા કિસાન સન્માન નિધિના Kisan Samman Nidhi સાત કરોડ રૂપિયા ઓળવી લેવામાં આવ્યા છે.
આ ખતરનાક કૌભાંડ રાજસ્થાનમાં ઉજાગર થયું છે. રાજસ્થાનના પાલીમાં છેતરપિંડીનો આ આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક હિન્દુ ગામમાં મુસ્લિમોના નામે નકલી ખાતાં બનાવીને ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’માંથી 7 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. આ તમામ ગામોમાં એક પણ મુસ્લિમ વસવાટ કરતા નથી. વળી જે ખાતાઓમાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી તે ખાતાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોના નામે ખોલવામાં આવ્યાં હતાં. પાલીમાં આવા લગભગ 29 હજાર નકલી એકાઉન્ટ મળી આવ્યા છે.
એક રાષ્ટ્રીય અખબારના એક્સક્લુઝિવ અહેવાલ અનુસાર, પાલી જિલ્લાના દેસુરીમાં 20 હજાર, રાનીમાં 9,004 અને મારવાડ જંકશનમાં 62 નકલી ખાતાં મળી આવ્યાં હતાં. હવે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ છેતરપિંડી વર્ષ 2020 માં થઈ હતી પરંતુ અધિકારીઓએ આ બાબતને પ્રકાશમાં આવવા દીધી નહીં. તેમણે આ મામલે FIR પણ નોંધાવી ન હતી.
અખબારના અહેવાલ મુજબ 2019થી ઓગસ્ટ 2020ની વચ્ચે CSC અને e-Mitra દ્વારા નકલી ખેડૂતોના નામે વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ માટે અરજીઓ કરવામાં આવી હતી. તલાટીઓએ અરજીની ચકાસણી કરી અને તેને તાલુકા અધિકારીને મોકલી આપી હતી. તાલુકા અધિકારીએ પણ તપાસ કરી અને અરજીપત્રકો કલેક્ટરને મોકલ્યા. આ રીતે આ યાદી કેન્દ્ર સરકાર સુધી પહોંચી. આ પછી કેન્દ્ર સરકારે આ ખાતાઓમાં ખેડૂત નિધિના પૈસા મોકલવાનું શરૂ કર્યું. હવે એવી આશંકા છે કે આ અરજીઓ સરકારી આઈડી હેક કરીને મંજૂર કરવામાં આવી હતી. આ અરજીઓ એક જ સરકારી આઈડી હેક કરીને મંજૂર કરવામાં આવી હતી કે અલગ અલગ આઈડીથી તેની તપાસ કરવામાં આવી રહી છે.
બન્યું એવું કે 2020માં અધિકારીઓએ જોયું કે દેસુરીમાં પીએમ ખેડૂત સન્માન નિધિ માટે મોટી સંખ્યામાં અરજીઓ કરવામાં આવી હતી. આના કારણે પડતર અરજીઓની સંખ્યામાં ઘણો વધારો થયો. તે વર્ષે ૫ નવેમ્બરના રોજ પડતર અરજીઓની સંખ્યા ૨૬૫ હતી જે ૨૧ ડિસેમ્બર સુધીમાં અચાનક વધીને ૧૯,૩૩૧ થઈ ગઈ. જ્યારે અધિકારીઓએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ ખાતાં નકલી હતાં.
તપાસમાં જાણવા મળ્યું કે આ ખાતાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોના નામે ખોલવામાં આવ્યાં હતાં. આમાંથી ૯૫ ટકા ખાતાં મુસ્લિમોના નામે હતા. તપાસમાં જાણવા મળ્યું કે દેસુરી ગામમાં એક પણ મુસ્લિમ નથી. આ રીતે કિસાન સન્માન નિધિના 1 કરોડ 51 લાખ 24 હજાર રૂપિયા રાજસ્થાનની બહાર 4,793 બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ પછી આ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
અહેવાલ જણાવે છે કે, રાની બ્લોકના વરકાણા ગામની પણ આવી જ હાલત છે. આ ગામમાં એક પણ મુસ્લિમ નથી. અહીં મુસ્લિમોના નામે 9,004 નકલી ખાતાં ખોલવામાં આવ્યાં હતાં. આ બધાની નોંધણી એક જ દિવસે કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે આ બધાં ખાતાં રાનીસ્થિત બેંકની શાખામાં ખોલવામાં આવ્યાં હતાં. મુસ્લિમોના નામે બનાવેલા આ ખાતાઓમાં કિસાન સન્માન નિધિના ત્રણ હપ્તા પણ જમા કરવામાં આવ્યા હતા. એ જ રીતે રાજ્યના મારવાડ જંકશનમાં 62 નકલી ખાતા મળી આવ્યા છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ બધા ખાતા પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોના નામે ખોલવામાં આવ્યા હતા. આમાંથી ૯૦ ટકા નામ મુસ્લિમ છે. તે બધા એક જ સમયે નોંધાયેલા હતા અને આ બધી અરજીઓ સરકારી પોર્ટલ પર અલગ અલગ તારીખે એક જ સમયે મંજૂર પણ કરવામાં આવી હતી.
અધિકારીઓનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં આવી ઘણી ગેંગ સક્રિય છે જે નકલી આઈડી બનાવીને ખેડૂત સન્માન નિધિના પૈસા લઈ રહી છે. આ નકલી અરજીઓ પોર્ટલ પર કોઈપણ OTP વિના સ્વીકારવામાં આવી હતી. આ મામલામાં વધારે ચોંકાવનારી અને આઘાતજનક બાબત એ છે કે એ જ ગામોના સાચા ખેડૂતોની અરજીઓ એ સમયગાળામાં નકારી કાઢવામાં આવી હતી. તેની સામે આ રીતે કુલ 32 હજાર નકલી અરજીઓ આપવામાં આવી હતી.
દેશવ્યાપી પેટર્નની આશંકા!
રાજસ્થાનમાં જે મામલો પ્રકાશમાં આવ્યો છે તે કોઈ મોટી ગેંગનું કામ હોય તેવું લાગે છે, કારણ કે માર્ચ 2024માં છત્તીસગઢમાં પણ આવો જ એક મામલો પ્રકાશમાં આવ્યો હતો. છત્તીસગઢના બેમેતારા જિલ્લાના એક ગામમાં 856 નકલી ખેડૂતોનાં ખાતામાં ખેડૂત સન્માન નિધિના પૈસા જમા કરાવવાનો આરોપ લાગ્યો હતો. આમાંથી ૧૯૮ ખેડૂતોના ખાતાં પશ્ચિમ બંગાળમાં હતાં. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા.
હકીકતમાં છત્તીસગઢમાં આ યોજનાના પૈસા બેમેતારા જિલ્લાના બેરલા તાલુકાના બરગવાનમાં 656 મુસ્લિમોના નામે ખોલવામાં આવેલા ખાતાઓમાં જઈ રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ ગામમાં ફક્ત 19 મુસ્લિમ ખેડૂતો છે. તે બધા ગામમાં રહેતા પણ નહોતા. આ સમગ્ર મામલામાં લગભગ 3 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજ્ય વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ ખરડો 2025 રજૂ કરવામાં આવ્યો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD