ગુજરાત

ગુજરાતના આ શહેરમાં 18.24 કરોડના ખર્ચે સરકારી 29 મોડલ શાળા બનશે

Text To Speech

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરતમાં બજેટ સામાન્ય સભા બાદ સામાન્ય સભામાં મોડલ સ્કૂલ બનાવવા માટે વધુ એક ડગલું માંડવામાં આવ્યું હતું. જે મુજબ જુદા જુદા વિસ્તાર, ઝોનમાં બનનારી 20 મોડલ શાળા માટે 18.24 કરોડનાં કામો મંજૂર કરાયા હતા.

આ પણ વાંચો: વેપારીઓ માટે આનંદની વાત , GST ક્રેડિટ મીસમેચમાં લેવાયો ખાસ નિર્ણય 

સામાન્ય સભા માત્ર 10 મિનિટમાં જ પૂર્ણ થઇ ગઇ

બીજી બાજુ ‘મંજૂર.. મંજૂર..’ના આલાપ સાથે સામાન્ય સભા માત્ર 10 મિનિટમાં જ પૂર્ણ થઇ ગઇ હતી. શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લિંબાયત વિસ્તારમાં શાળા નંબર-102, 175, 195, 277, 335 અને 228ને મોડલ શાળા બનાવવા માટે 3.49 કરોડના ટેન્ડરને મંજૂરી અપાઇ હતી. વરાછા વિસ્તારમાં શાળા નંબર-83, 86, 300, 353, 354, 301ને મોડલ શાળા બનાવવા માટે 4.82 કરોડના કામો મંજૂર કરાયા હતા.

આ પણ વાંચો: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138માં સ્થાપના દિવસે જગદીશ ઠાકોરે કહી ખાસ વાત 

એક મોડલ શાળા પાછળ સરેરાશ 91 લાખનો ખર્ચ થશે

જ્યારે કતારગામ, સેન્ટ્રલ ઝોન, રાંદેરમાં શાળા નંબર-25, 174, 153, 154ને મોડલ શાળા બનાવવા 5 કરોડ, અઠવા-ઉધનામાં શાળા નંબર-337, 160, 157, 296ને મોડલ શાળા બનાવવા 4.91 કરોડના ટેન્ડરને બહાલી અપાઇ હતી. 20 મોડલ શાળાઓ માટે 18.24 કરોડનાં કામો મંજૂર થયા હતા. તેને જોતાં એક મોડલ શાળા પાછળ સરેરાશ 91 લાખનો ખર્ચ થશે. આ સિવાય 2.71 કરોડના ખર્ચે વિદ્યાર્થીઓને બેસવાની બેન્ચની ખરીદી કરવાનું નિર્ધારીત કરાયું હતું.

Back to top button