બિઝનેસ

બજારમાં શાનદાર તેજી, સેન્સેકસ 440 અંકની તેજી સાથે 56256 પર ખૂલ્યો

Text To Speech

આજના કારોબારમાં ભારતીય બજારની તેજી સાથે શરૂઆત થઇ છે. સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેકસ 440 અંક વધીને 56256 પર ખૂલ્યો. નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઇ) ખાતે નિફટી 118 અંક વધીને 16760 પર ખૂલી છે.

સેન્સેકસ 56256 પર ખૂલ્યો

શેરબજારમાં આજે BSE સેન્સેક્સ 451.23 પોઈન્ટ અથવા 0.81 ટકાના ઉછાળા સાથે 56,265 પર ખુલ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 118 પોઈન્ટ અથવા 0.80 ટકાના વધારા સાથે 16,760 પર ખુલવામાં સફળ રહ્યો છે.

નિફ્ટીની ચાલ

આજના ટ્રેડિંગમાં નિફ્ટીના 50માંથી 38 શેરો ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે અને 12 શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે. બેન્ક નિફ્ટીમાં પણ મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 418 પોઈન્ટ એટલે કે 1.14 ટકા વધીને 37200ને પાર કરી ગયો છે.

Back to top button