અમદાવાદના પૂર્વ વિસ્તારના એકસાથે 28 PIની બદલી કરી દેવામાં આવી


- વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ સીપીએ મોટી કાર્યવાહી કરી છે
- અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવાની ઘટના બાદ પોલીસ વિભાગ એલર્ટ
- રામોલ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.બી ચૌધરીની કંટ્રોલ રૂમમાં બદલી
અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા આતંક મચાવાની ઘટના બાદ પોલીસ વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારના એકસાથે 28 PIની બદલી
મંગળવારે (18 માર્ચ, 2025) સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા 215 પોલીસ કર્મચારીઓની આતંરિક બદલીઓ કરવામાં આવી હતી, ત્યારબાદ હવે અમદાવાદના પૂર્વ વિસ્તારના એકસાથે 28 PIની બદલી કરી દેવામાં આવી છે.
રામોલ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.બી ચૌધરીની કંટ્રોલ રૂમમાં બદલી
વસ્ત્રાલમાં વધતા જતા ગુંડા તત્ત્વોનો આતંક અને વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ સીપીએ મોટી કાર્યવાહી કરી છે. રામોલ પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.બી ચૌધરીની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. જ્યારે એસ.ઓ.જી. વી.ડી. મોરીને રામોલમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ : પગ કપાવો નહીંતર 35 હજાર ભરો’, AMC સંચાલિત SVPમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ