ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં 274 ટકાનો વધારો નોધાયો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઈમની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો હવે ઓનલાઈન છેતરપિંડી કરવા માટેના નવા નવા કિમિયા અપનાવી રહ્યા છે. ઈન્ટરનેટની દુનિયામાં લોકો સાથે ગેરરિતી અને છેતરપિંડીના કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સાયબર ક્રાઈમની ટકાવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં 274 ટકાનો વધારો નોધાયો હાવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં સાયબર ક્રાઈમની વાત કરવામાં આવે તો સાઈબર ગુન્હાઓમાં ગુજરાત 1536 ગુન્હાઓ સાથે દેશમાં 8માં ક્રમાંકે છે. જ્યારે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે. ત્યારે આ ક્રાઈમના આંકડા દર્શાવે છે. ગુજરાતમાં સાયબર ગુનાખોરી સામે તેના દોષિતોને સજા આપવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે.

સાયબર ક્રાઈમ-humdekhengenews

ગુજરાતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં વધારો

ગુજરાતમાં સાયબર ક્રાઈમ બાબતે ભાજપ સરકાર પર પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરએ જણાવ્યું હતું કે ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષા આપવામા ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. હાલના સમયમાં ઈન્ટરનેટ આવશ્યક છે જ્યારે સાયબર માફિયાઓ દ્વારા ઠગાઈ કરવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મિડિયામાં વિવિધ માધ્યમોથી ઓનલાઈન સાઈબર ક્રાઈમના ગુન્હાઓમાં ગુજરાત 1536 ગુન્હાઓ સાથે દેશમાં 8માં ક્રમાંકે છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં 274 ટકાનો વધારો નોધાયો. વર્ષ 2019માં 784 જેટલા ગુન્હા ડીઝીટલ ક્રાઈમમાં નોંધાયા હતા. જે વર્ષ 2021માં વધીને 1536 જેટલા થયા છે. લોકસભામાં આપવામાં આવેલ સાયબર સુરક્ષાની વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે.

સાયબર ક્રાઈમના નોંધાયેલ ગુન્હા

જો દેશની વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં દેશમાં સાયબર ક્રાઈમની 16 લાખથી વધુ ઘટનાઓ ઘટી છે જેની સામે માત્ર 32 હજાર જેટલી ફરિયાદ નોંધાયેલ છે. જ્યારે ગુજરાતમાં વર્ષ 2017-18 માં 458, અને વર્ષ 2021માં 963 જેટલી સાયબર ક્રાઈમની ઘટનાઓ બની છે. જેમાં મહિલાઓની જાતીય સતામણી-સેક્સક્યુઅલ હેરેસમેન્ટ, દ્રુણા, એટોરર્શનના 104 જેટલા કેસ નોધાયા છે.

સાયબર ક્રાઈમ-humdekhengenews

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષના સાયબર ક્રાઈમના આંકડા

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2017માં 458, વર્ષ 2018માં 702, વર્ષ 2019માં 784માં, વર્ષ 2020માં 1283, વર્ષ 2021માં 1536 જેટલા સાઈબર ક્રાઈમના ગુન્હા નોધાયા હતા.

કોંગ્રેસે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની કરી માગ

આમ રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમ મહિલાઓની સુરક્ષા અને આર્થીક નુકસાની વગેરે મુદ્દાઓની વાત કરીને કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી હતી અને આ પ્રકારની ઘટનાઓની ફરિયાદ ક્યાં કરવી? સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળીએ તે માટે વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. સાથે જ જુદા જુદા માધ્યમોથી નાગરિકોને સાયબર સુરક્ષા અંગે અવગત કરાવવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી. અને ગુજરાતમાં સાઈબર ગુન્હાઓની તપાસ અને કાર્યવાહી વગેરે કરવા માટે માત્ર 14 જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે. જેથી ભાજપ સરકાર તમામ જીલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની સ્થાપના કરે તેવી કોંગ્રેસ પક્ષે માંગ કરી હતી.

આ પણ વાંચો :કોરોનાના ભણકારા વચ્ચે સોનુ સૂદે કહ્યું, ‘મારો નંબર એક જ છે, જેમને પણ જરૂર હોય તે મને ફોન કરી શકે છે’

Back to top button