ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO : ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી રહી હતી 27 વર્ષીય ઇન્ફ્લુએન્સર, 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી જતા મૃત્યુ

  • અન્વી કામદાર મુંબઈથી રીલ બનાવવા માટે મિત્રો સાથે આવી હતી
  • અચાનક પગ લપસી ગયો અને ઊંડી ખાઈમાં પડી

મુંબઈ, 18 જુલાઈ : આજના યુવાનોમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ક્રેઝ એટલો બધો છે કે તેઓ જોખમ ઉઠાવવામાં જરા પણ અચકાતા નથી. રીલ કે વીડિયો બનાવતી વખતે ઘણી વખત અકસ્માતો થાય છે. આવી જ એક ઘટના મુંબઈમાં પ્રકાશમાં આવી છે, જેમાં 27 વર્ષીય ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુઅન્સરે પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માત થયો ત્યારે યુવતી રીલ બનાવી રહી હતી.

જૂઓ અહીં વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

માનગાંવ તાલુકાના કુંભે વોટરફોલ પરની ઘટના

મળતી માહિતી મુજબ આ ઘટના માનગાંવ તાલુકાના કુંભે વોટરફોલ પર બની હતી. અહીં અન્વી કામદાર નામની યુવતી તેના મિત્રો સાથે મુંબઈથી રીલ બનાવવા માટે આવી હતી. કુંભે વોટરફોલ એક પ્રાકૃતિક સ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો પિકનિક માટે આવે છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ ઈન્ફ્લુઅન્સર અન્વી કામદારના સોશિયલ મીડિયા પર 3 લાખથી વધુ ફોલોઅર્સ છે.

આ પણ વાંચો : ઐશ્વર્યા રાયથી અલગ થવાની અફવાઓ વચ્ચે અભિષેક બચ્ચને ડિવોર્સની પોસ્ટ કરી લાઈક, જૂઓ

300 ફૂટ ઊંડી ખાઈમાં પડી જતા મૃત્યુ

અન્વી કુંભે ધોધ પર પહોંચી અને રીલ બનાવવા લાગી. આ દરમિયાન તેણીએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. જેના કારણે અન્વીનું મૃત્યુ થયું હતું. તેની સાથે આવેલા અન્વીના મિત્રોએ તાત્કાલિક પોલીસને આ બાબતની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ માનગાંવ અને કોલાડ વિસ્તારની ઘણી બચાવ ટુકડીઓ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

“રીલ બનાવવાના નામે પોતાનો જીવ જોખમમાં ન નાખો”

કુંભે ધોધ પહોંચ્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘણી મહેનત બાદ ટીમોએ અન્વીના મૃતદેહને ઊંડી ખાઈમાંથી બહાર કાઢ્યો હતો. અધિકારીઓએ યુવાનોને પ્રકૃતિનો આનંદ માણવા વિનંતી કરી પરંતુ રીલ બનાવવાના નામે પોતાનો જીવ જોખમમાં ન નાખવા વિનંતી કરી. પોલીસ ઈન્સ્પેક્ટર મંગાંવ નિવૃત્તિ બોરાડેએ જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

27 વર્ષની અન્વી તેના પેજ પર ટ્રાવેલ સંબંધિત ફોટો-રીલ્સ શેર કરતી હતી. માનગાંવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે અનવી મુંબઈના મુલુંડની રહેવાસી હતી. તે વરસાદમાં તેના મિત્રો સાથે ધોધ પર પહોંચી હતી. આજુબાજુના સુંદર દૃશ્યને વીડિયોમાં કેપ્ચર કરતી વખતે અચાનક તેનો પગ લપસી ગયો અને તે ઊંડી ખાઈમાં પડી ગઈ.

આ પણ વાંચો : ભારતીય સ્ટાર્ટઅપ્સમાં AIની તાકાત વધારવા Google અને MeitYએ મિલાવ્યા હાથ

Back to top button