ટોપ ન્યૂઝનેશનલ

કેન્દ્ર સરકારની PLI સ્કીમ હેઠળ 27 કંપનીઓને મળી મંજૂરી, બે લાખ લોકોને રોજગાર મળશે

Text To Speech

નવી દિલ્હીઃ ભારત સરકારે આજે 27 કંપનીઓને નવી આઈટી પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ-PLI યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી હતી. ભારત IT હાર્ડવેર કંપનીઓને પ્રોત્સાહક યોજનાઓ દ્વારા આકર્ષિત કરી રહ્યું છે અને તેમને રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. ભારત સરકાર દેશને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાની તૈયારી કરી રહી છે.

27માંથી 23 અરજદારો ઉત્પાદન શરૂ કરવા તૈયાર
મોબાઇલ ફોન માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઇ)ની સફળતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય મંત્રીમંડળે 17 મે 2023ના રોજ આઇટી હાર્ડવેર માટે પીએલઆઇ સ્કીમ – 2.0ને મંજૂરી આપી હતી. આ યોજનામાં લેપટોપ, ટેબ્લેટ્સ, ઓલ-ઇન-વન પીસી, સર્વર્સ અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર ઉપકરણોને આવરી લેવામાં આવ્યા છે. એસર, આસુસ, ડેલ, એચપી, લેનોવો વગેરે જેવી જાણીતી બ્રાન્ડના આઇટી હાર્ડવેરનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. આ મંજૂરીના અપેક્ષિત પરિણામો, યોજનાના કાર્યકાળ દરમિયાન નીચે મુજબ છે. ઉદ્યોગજગતના અગ્રણીઓ અને મીડિયાને સંબોધતા રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે, “મંજૂર થયેલા 27માંથી 23 અરજદારો શૂન્ય દિવસે ઉત્પાદન શરૂ કરવા તૈયાર છે.”

  • રોજગાર: કુલ આશરે 02 લાખ
  • આશરે 50,000 (પ્રત્યક્ષ) અને આશરે 1.5 લાખ (પરોક્ષ)
  • આઈટી હાર્ડવેર ઉત્પાદનનું મૂલ્યઃ 3 લાખ 50 હજાર કરોડ રૂપિયા (42 અબજ અમેરિકન ડોલર)
  • કંપનીઓ દ્વારા રોકાણ: 3,000 કરોડ રૂપિયા (360 મિલિયન અમેરિકન ડોલર)
  • મંજૂર થયેલા 27માંથી 23 અરજદારો શૂન્ય દિવસે ઉત્પાદન શરૂ કરવા તૈયાર છે
Back to top button