ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

૨૬મી જાન્યુઆરી – પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે કરાશે

Text To Speech
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ CM ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજ વંદન સમારોહ
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાબરકાંઠા ખાતે ધ્વજવંદન કરવા પહોંચશે
  • રાજ્ય મંત્રી મંડળના સભ્યો તથા કલેકટર વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે

ગાંધીનગર, 23 જાન્યુઆરી : રાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે થશે. તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન સમારોહ યોજાશે.

આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા ખાતે, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરના અધ્યક્ષ સ્થાને પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરોના અધ્યક્ષ સ્થાને વિવિધ જિલ્લા મથકોએ પણ ધ્વજ વંદન સમારોહ યોજાશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે ?

કેબિનેટ મંત્રીઓ

  • 1. કનુભાઈ દેસાઈ – વલસાડ
  • 2. ઋષિકેશ પટેલ – બનાસકાંઠા
  • 3. રાઘવજીભાઈ પટેલ – રાજકોટ
  • 4. બળવંતસિંહ રાજપૂત – મહેસાણા
  • 5. કુંવરજીભાઈ બાવળિયા – બોટાદ
  • 6. મુળુભાઈ બેરા – જામનગર
  • 7. ડૉ. કુબેરભાઈ ડીંડોર – ભાવનગર
  • 8. ભાનુબેન બાબરિયા – અમદાવાદ

    રાજ્ય કક્ષાના મંત્રીઓ

  • 9. હર્ષ સંઘવી – ગાંધીનગર
  • 10. જગદીશ વિશ્વકર્મા – ખેડા
  • 11. પરશોત્તમભાઈ સોલંકી – ગીર સોમનાથ
  • 12. બચુભાઈ ખાબડ – દાહોદ
  • 13. મુકેશભાઈ પટેલ – નવસારી
  • 14. પ્રફુલ પાનશેરીયા – સુરત
  • 15. ભીખુસિંહજી પરમાર – છોટા ઉદેપુર
  • 16. કુંવરજીભાઈ હળપતિ – ભરૂચ

આ ઉપરાંત સુરેન્દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.

આ પણ વાંચો :- જો તમે મિલકત વેચતી વખતે મર્યાદા કરતાં વધુ રોકડ રકમ લો છો, તો 100% આવકવેરાની નોટિસ મળશે

Back to top button