ઉત્તર ગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં ૨૬ શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે કરાઈ પસંદગી

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૨ માટે બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લા કક્ષાના ૩ અને તાલુકા કક્ષાના ૨૩ મળી કુલ- ર૬ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા છે.

આ શિક્ષકોની થઈ પસંદગી

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૨માં માધ્યમિક વિભાગમાંથી ડીસા તાલુકાની માણેકપુરા સરકારી માધ્યમિક શાળાના શિક્ષક મુકેશકુમાર ગોવિંદભાઇ પ્રજાપતિ, પ્રાથમિક વિભાગ બીટ કેની., બી.આર.સી., સી.આર.સી. અને એચ.ટાટ આચાર્ય કેડરમાંથી વડગામ બી.આર.સી. મહેન્દ્રસિંહ જેઠુસિંહ બારડ અને શિક્ષક કેડરમાંથી પ્રકાશકુમાર પાનાચંદ સોલંકીની જિલ્લા કક્ષાના પારિતોષિક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો: હાઇકોર્ટના આદેશ બાદ રખડતાં ઢોર પકડવા તંત્ર એક્શનમાં, પણ ક્યાંક વિવાદ

ત્રણ શિક્ષકને જિલ્લા કક્ષાના પારિતોષિક એનાયત કરાશે

તાલુકા પારિતોષિક એવોર્ડ માટે ૨૩ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમીરગઢ તાલુકાની ગવરા પ્રાથમિક શાળાના શિક્ષક ચૌહાણ કમાભાઇ પચાણભાઇ, જેથી પ્રા. શાળાના શિક્ષક પટેલ વિનિતકુમાર બાબુલાલ, દાંતા તાલુકાની પેથાપુર પ્રા. શાળાના શિક્ષક દરજી મનોજકુમાર કાંતિલાલ અને અંબાજી-૧ પ્રા. શાળાના શિક્ષક પ્રજાપતિ મહેન્દ્રકુમાર બાબુલાલ, ભાભર તાલુકાની દેવકાપડી પગાર કેન્દ્ર શાળાના શિક્ષક વાઘેલા સંજયકુમાર આર. અને મોતીપુરા અસાણા પ્રા. શાળાના આચાર્ય પ્રજાપતિ વિનોદકુમાર પ્રભુદાસ, ડીસા તાલુકાની સદરપુર પ્રા. શાળાના શિક્ષક મોદી રાહુલકુમાર કિશોરભાઇ અને લુણપુર પ્રા. શાળાના શિક્ષક શેખ સુહાનાબાનુ અબ્દુલગફાર, કાંકરેજ તાલુકાની હરીનગર (આંબલુણ) પ્રા. શાળાના આચાર્ય પટેલ નિલમભાઇ ચમનભાઇ અને થરા-૧ પે. કે. શાળાના શિક્ષક ચૌધરી કાળુભાઇ નાગજીભાઇ, વડગામ તાલુકાની મજાદર પ્રા. શાળાના શિક્ષક મહેશ્વરી હાર્દિક ભરતકુમાર અને ગીડાસણ પ્રા.શાળાના શિક્ષક પટેલ પરેશકુમાર અરવિંદભાઇ, દિયોદર તાલુકાની કોતરવાડા પે.કેન્દ્ર શાળાના શિક્ષક પટેલ અશ્વિનકુમાર અમૃતલાલ અને પાલડી પે કેન્દ્ર શાળાના શિક્ષક ચૌહાણ ભરતસિંહ ચતુરસિંહ, થરાદ તાલુકાની રામપુરા પ્રા. શાળાના શિક્ષક દવે રાહુલકુમાર રાજનપ્રસાદ અને આજાવાડા પ્રા. શાળાના શિક્ષક ચૌધરી બાબુભાઇ રાજાભાઇ, વાવ તાલુકાની શ્રી શીશુ કલ્યાણ આંબેડકર પ્રા. શાળાના શિક્ષક સોલંકી શિવાજી ભીખાજી અને ગોકુળનગર પ્રાથમિક શાળાના આચાર્ય વરજાંગભાઇ મોહનભાઇ, દાંતીવાડા તાલુકાની શ્રી નગર (ઘા) પ્રા.શાળાના શિક્ષક પંચાલ ભાવેશકુમાર ડાહ્યાલાલ, સૂઇગામ તાલુકાની લીંબાળા પ્રા.શાળાના શિક્ષક કુંભાર રાજેશકુમાર મનજીભાઇ, લાખણી તાલુકાની લાખણી પે. કે. શાળા નં.૨ ના શિક્ષક સુથાર મનજીભાઇ આયદાનભાઇ, પાલનપુર તાલુકાની ભાવિસણા પે. કે. શાળાના શિક્ષક દરજી અશ્વિનકુમાર ડાહ્યાલાલ અને ધાનેરા તાલુકાની રૂણી પ્રા. શાળાના શિક્ષક લેઉવા ગિરીશકુમાર અંબારામની તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

Back to top button