ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : લાખણી અને અમીરગઢ ના 252 ખેડૂતો તાલીમ મેળવી ખરીફ ઋતુમાં પ્રાકૃતિક કૃષિ કરવા માટે કટીબધ્ધ બન્યા

Text To Speech

બનાસકાંઠા 27 જૂન 2024 : ગુજરાતમા દિન-પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે.હવે ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે એટલે કે ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખેતી થતા નુકસાનથી અવગત થઈ રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી નું સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવી રહી છે જેના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં રસ દાખવતા થયા છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજયમાં નોધપાત્ર કામગીરી થઇ રહેલ છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેડૂતો આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ક્લસ્ટર બેઝ તાલીમનુ આયોજન કરવામાં આવી રહેલ છે.

જે અંતર્ગત જિલ્લાના લાખણી તાલુકાના કાતરવા અને અમીરગઢ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરાયું હતું. અંદાજે ૨૫૨ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ.જે ઝીન્દલ પ્રાકૃતિક ખેતીના પાંચે આયમો વિશે માર્ગદર્શન આપી જીવામૃત, બીજામૃત પર ભાર મુક્યો હતો. તાલીમ મેળવનાર ખેડૂતો ખરીફ ઋતુમાં પ્રાકૃતિક કૃષિ કરવા માટે કટીબધ્ધ બન્યા હતા.

આ પ્રસંગે ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.આર. વાઘેલા, ગુજરાત વિદ્યાપીઠના અધિકારીઓ, ગ્રામ સેવક અને બ્લોક ટેકનોલોજી મેનેજર પી.એમ.સીલાતર, ભરતભાઈ શ્રીમાળી તથા પ્રાકૃતિક ખેતી કરતા અને કરવા માંગતા ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસા ઓવરબ્રિજ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાનું મોત

Back to top button