ગુજરાત

અમદાવાદમાં ઔડાના 2510 આવાસો સીલ થશે, જાણો કયા વિસ્તારમાં કાર્યવાહી થશે

Text To Speech
  • 2014થી 2510 મકાન માલિકોએ હપ્તાની રકમ ભરવાનું બંધ કરી દીધું
  • ભવિષ્યમાં રિડેવલપમેન્ટનો પણ મકાન માલિકોને લાભ મળી શકે
  • 14 આવાસ યોજનામાં બાકી 19 કરોડના હપ્તા સામે પેનલ્ટી માફી યોજના

અમદાવાદમાં ઔડાના EWS આવાસોના હપ્તાના 9 કરોડ બાકી છે. તેથી હવે મકાનો સીલ થશે. માફીની યોજના પહેલી જાન્યુ.થી શરૂ છે. તેમાં બાકી હપ્તા નહીં ભરે તો 31 માર્ચથી કાર્યવાહી થશે. તેમાં 14 આવાસ યોજનામાં બાકી 19 કરોડના હપ્તા સામે પેનલ્ટી માફી યોજના છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ જેએન.1ને ચિંતા વધારી, કેસ જાણી રહેશો દંગ 

ભવિષ્યમાં રિડેવલપમેન્ટનો પણ મકાન માલિકોને લાભ મળી શકે

શહેરી વિકાસ સત્તા મંડળ ( ઔડા) દ્વારા નિર્ણયનગર, ઘાટલોડિયા, સરદારનગર, વેજલપુર, જોધપુર, રાણીપ, વસ્ત્રાપુરમાં EWSના 2510 યુનિટો બાકી હપ્તાની 8.95 કરોડની રકમ આગામી 31મી માર્ચ સુધીમાં નહીં ભરે તો મકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે. EWS આવાસોના હપ્તાની બાકી રકમ પર 19.50 કરોડ પેનલ્ટી માફીની યોજના પહેલી જાન્યુઆરીથી શરુ થઇ રહી છે. જેથી મકાન માલિકો પાસે ત્રણ મહિનાનો સમય છે. બાકી હપ્તાની રકમ ભરનાર પ્રત્યેક લાભાર્થીને તેના મકાનનો દસ્તાવેજ કરી અપાશે. પ્રાઇપ લોકેશન પર આવેલા આવાસોના 100 ટકા દસ્તાવેજ થઇ જાય તો ભવિષ્યમાં રિડેવલપમેન્ટનો પણ મકાન માલિકોને લાભ મળી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં તબિયતના નામે દારૂ પીનારા પરમિટ ધારકોની સંખ્યા વધી

2014થી 2510 મકાન માલિકોએ હપ્તાની રકમ ભરવાનું બંધ કરી દીધું

ઔડા દ્વારા આવાસ યોજના હેઠળ 2011થી ત્રણ માળીયા EWS મકાનોના બનાવવામાં આવ્યા હતાં. 14 આવાસ યોજનામાં 5778 મકાનો બનાવ્યા હતાં. જેમાંથી 3268 મકાન માલિકોએ હપ્તાની રકમ ભરી દીધી છે. જ્યારે 2014થી 2510 મકાન માલિકોએ હપ્તાની રકમ ભરવાનું બંધ કરી દીધું હતું. આ સમય હપ્તાની રકમ વધુ અને પેનલ્ટીની રકમ ઓછી હતી. પરંતુ વર્ષ 2019 પછી મકાન માલિકોએ હપ્તાની રકમ ભરવાનું બંધ કરી દીધું હતું. જેના લીધે હપ્તાની રકમની સામે પેનલ્ટીની રકમ વધતી ગઇ હતી. આજે પેનલ્ટીની રકમનો આંકડો 19.50 કરોડ પર પહોંચી ગયો છે. પેનલ્ટી વધુ હોવાથી કોઇ હપ્તો જ ભરતાં નહતાં. ઔડાના અધિકારીઓ હપ્તાની રકમ વસુલાત કરવા જતાં ત્યારે મકાન માલિકો તરફથી પેનલ્ટીની રકમ માફ કરવાની રજૂઆતો થતી હતી. જેના પગલે ઔડાની બોર્ડ બેઠકમાં પેનલ્ટી માફીનો નિર્ણય કરાયો હતો.

Back to top button