અમદાવાદ, 29 મે 2024, CBIના નકલી અધિકારીનો સ્વાંગ રચીને ગુજરાતમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ગેંગ સક્રિય થઈ હતી. આ ટોળકીએ એક વેપારી પાસેથી 1.15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરીદયાદ નોંધાયા બાદ સાઇબર ક્રાઇમ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી આ ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ધોરાજીના સૂત્રધાર સાથે રાજકોટના 4 સહિત કુલ 13 શખ્સોની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી. હવે આ કેસમાં વધુ બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.
અગાઉ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 20મી માર્ચના રોજ ફરિયાદીને ફોન કરીને ફેડેક્સ કુરીયરમાંથી ફરીયાદીએ MDMA ડ્રગ્સ સહિતની ગેરકાયદેસરની વસ્તુઓ મુંબઇથી તાઇવાન ખાતે મોકલેલ હોવાનું જણાવી ફરીયાદીને CBIનું બનાવટી વોરંટ મોકલી તેમના જીવનું જોખમ હોવાનું જણાવી તેમની પાસેથી 1.15 કરોડથી વધુની છેતરપીંડી કરતી ગેંગના વધુ બે સાગરીતોને સાયબર ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યાં છે. અગાઉ ઠગાઈ આચરતા આરોપીઓની ઓળખ કરી અલગ-અલગ 4 ટીમો રાજકોટ, ધોરાજી, કુતિયાણા અને ઉપલેટા ખાતે મોકલી 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ક્રીપ્ટો કરન્સી વેચીને અલગ અલગ બેંક એકાઉન્ટોમા નાણા મેળવતો
આ ગુનામાં અગાઉ પકડાયેલ એકાઉન્ટ હોલ્ડર આરોપી રોહન લેઉવાના એકાઉન્ટમાં ફરીયાદી સાથે થયેલ ફ્રોડના 4.99 લાખ જમા થયા હતાં. જે રકમ આરોપીઓ કીરણ દેસાઇ તથા અંકીત દેસાઇ નામના વચેટીયાઓએ રોહન લેઉવા પાસેથી સેલ્ફ ચેકથી મેળવી લઇ પોતાનુ કમીશન મેળવી બાકીની રકમ સુરત ખાતે વીરેન નામના વ્યક્તિને મોક્લી આપી હતી. જેની ટેકનિકલ તથા હ્યુમન ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી આરોપી વીરેન આસોદરીયાને સુરતથી પકડી પાડવામાં આવ્યો છે.જેના ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. આરોપી વીરેન બાબુભાઇ આસોદરીયાની તપાસમા આરોપી ચાઇનીઝ વ્યક્તીઓની સાથે એપ્લીકેશનના માધ્યમથી સંપર્કમા હોવાનુ તથા ચાઇનીઝ વ્યક્તીઓ સાથે ક્રીપ્ટો કરન્સી વેચીને અલગ અલગ બેંક એકાઉન્ટોમા નાણા મેળવતો હોવાનુ જણાયું છે.
આશરે 700 કરોડનું ક્રીપ્ટો કરન્સી ટ્રાંજેકશન કર્યું હવાનું જણાયું
વીરેન આસોદરીયાના સોશીયલ મીડીયાના એકાઉન્ટ્સ ચેક કરતા તેમાં શેર કરવામા આવેલા અલગ અલગ 51 જેટલા બેંક એકાઉન્ટ્સ વિરુધ્ધ ભારતના અલગ અલગ રાજ્યોના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 610 જેટલી સાયબર ક્રાઈમની ફરીયાદો નોંધાયેલ છે.વીરેન આસોદરીયાની તપાસમા આરોપી પ્રદીપ માણીયા પાસેથી ક્રીપ્ટો કરન્સી મેળવી ચાઇનીઝ વ્યક્તીઓને માર્કેટ વેલ્યુ કરતા વધુ ભાવે ક્રીપ્ટો કરન્સી વેચતો હોવાનુ જણાતા આરોપી પ્રદીપ માણીયાને સુરત ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. આરોપીની પ્રાથમિક પુછપરછમા તેણે 2018થી આજ સુધી ક્રીપ્ટો કરન્સી એપ્લીકેશનોના માધ્યમથી આશરે 200થી 250 જેટલા માણસો સાથે આશરે 700 કરોડનું ક્રીપ્ટો કરન્સી ટ્રાંજેકશન કર્યું હવાનું જણાયું છે.
આ પણ વાંચોઃSBIની ચેતવણી: SMS દ્વારા થઈ રહી છે મોટી છેતરપિંડી, સાવચેત રહો