એજ્યુકેશનગુજરાત

રાજ્યમાં 25 નવી ફાર્માસી કોલેજોની મંજૂરી મળતા ગુજરાત ફાર્મા એજ્યુકેશનનું હબ બનશે

Text To Speech

ગુજરાત રાજ્યમાં નવી 25 ફાર્મસી કોલેજને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાતને 25 ફાર્મસી કોલેજને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં બેચલર ઓફ ફાર્મસીની 18 કોલેજો અને ડિપ્લોમાં ઈન ફાર્મસીની 7 કોલેજો શરુ કરવાનો ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત ફાર્મસી કોલેજનું હબ બનશે.

ગુજરાત ફાર્મા ક્ષેત્રે એજ્યુકેશનનું હબ બનશે

ગુજરાતમાં ફાર્મા કંપનીઓનું ઘણું મહત્વ છે તેમજ કોવિડમાં પણ ગુજરાતમાં બનેલી દવાઓની દેશ ભરમાં માંગ થઈ હતી. તેમજ ઈન્ડસ્ટીમાં અને ફાર્મા ક્ષેત્રના કામમાં ફાર્માસીસ્ટની વધુ જરુર રહેતી હોય છે. તેમજ વિદ્યાર્થીઓ પણ ફાર્મસી તરફ વડી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને એક સાથે 18 બેચરલ તેમજ 7 ડિપ્લોમાં કોલેજને માન્યતા આપવામાં આવી છે. ત્યારે ગુજરાત જેમ ઈન્ડસ્ટ્રીનુ હબ માનવામાં આવે છે તેમ એજ્યુકેશન ક્ષેત્રે ગુજરાત હબ બને આથી એક સાથે 25 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

pharma- hum dekhenge news
ગુજરાતમાં ફાર્મસીની 1500 સીટો વધારવામાં આવી

આ પણ વાંચો: રાજ્યના મુખ્યમંત્રીના નામની થઈ સત્તાવાર જાહેરાત, ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ જ ફાઈનલ

25 ફાર્મસી કોલેજોને મંજૂરી

ગુજરાતમાં ફાર્મસીની 1500 સીટો વધારવામાં આવી છે. જેમાંથી 400 કરતા વધુ ડિપ્લોમાં તેમજ 1 જેવી સીટો બેચલરમાં વધારવામાં આવી છે. ત્યારે ફાર્મસીની બેઠકોનો ઔતિહાસિક વધારો થતાં ફાર્મસી એજ્યુકેશનમાં ગુજરાત પ્રગતિ કરશે. ત્યારે ગુજરાતમાં 25 ફાર્મસી કોલેજોને મંજૂરી મળતા ફાર્મા ઈન્ડસ્ટ્રી બાદ હવે ફાર્મસી એજ્યુકેશનમાં પણ મોખરે હશે.

આ સાથે ગુજરાતના ફાર્મસીની ઓછી સીટો હોવાના કારણે વિદ્યાર્થીઓને બીજા રાજ્યમાં ભણવા જવુ પડતુ હતુ જેને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનુ જણાઈ રહ્યુ છે.

Back to top button