અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

રાજ્યમાં સાંકડા પુલ – સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા મંજૂર

Text To Speech

અમદાવાદ, 30 સપ્ટેમ્બર, ગુજરાતના મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.  જેમાં રાજ્યના 20 જેટલા માર્ગો પરના 41 સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સના વાઇડનીંગથી ટ્રાફિક જામ થવાની સમસ્યાનું નિવારણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટેનો મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં સાંકડા પુલ હોવાથી સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટેનો મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે મુખ્યમંત્રીએ 245.30 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનીંગ કરવાની કામગીરી હાથ ધરશે. રાજ્યમાં કુલ મળીને એવા 41 પુલો કે સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતા સાંકડી છે. આના પરિણામે આવા પુલો-સ્ટ્રકચર્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ વિષય આવતા તેમણે લોકોને ટ્રાફિક જામની સમસ્યા ભોગવવી ન પડે તેમજ ઝડપી અને સલામતથી થઈ શકે તે હેતુસર આ 245.30 કરોડ રૂપિયા સાંકડા પુલો અને સ્ટ્રક્ચર્સના વાઇડનીંગ માટે ફાળવ્યા છે. મુખ્યમંત્રીના આ જન હિતકારી નિર્ણયથી આગામી દિવસોમાં રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કમાં વધુ સુવિધાજનક નેટવર્ક નાગરિકોને ઉપલબ્ધ થશે અને ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થશે.

આ પણ વાંચો…ગુજરાતીઓ આનંદો, ગરબાનો આનંદ મોડી રાત સુધી માણી શકાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત

Back to top button