અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: AMC દ્વારા 1200 કરોડનાં પ્રોજેક્ટ ખારીકટ કેનાલના કામમાં 240 કરોડ ઐતિહાસિક ભ્રષ્ટાચાર મુદ્દે યુથ કોંગ્રેસે બેનર લગાવી વિરોધ કર્યો

Text To Speech

અમદાવાદ 10 ઓગસ્ટ 2024 : અમદાવાદ પૂર્વની ખારીકટ કેનાલમાં વર્ષોથી ગંદકી અને પ્રદૂષણનું અંબાર રહેલું છે. દિવસેને દિવસે ખાલી કટ કેનાલ પ્રદૂષિત થતી જાય છે જેનું કારણ ક્યાંકને ક્યાંક ખારી કટ કેનાલમાં છોડવામાં આવતા કેમિકલ હોઈ શકે અમદાવાદના સમગ્ર પૂર્વ વિસ્તારમાં આ તમામ ગંદકી અને પ્રદૂષણને દૂર કરવા માટે સરકાર દ્વારા અમદાવાદના ઇતિહાસનો સૌથી મોટો પ્રોજેક્ટ 240 કરોડના ખર્ચે સમગ્ર ખારીકટ કેનાલ અંડર ગ્રાઉન્ડ કરી ક્યાં રોડ કાઢવાનું કામ ચાલી રહ્યું છે. જેથી પૂર્વ વિસ્તારના લોકોને ગંદકી પ્રદૂષણ રોગચાળાથી રાહત મળે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કોંગ્રેસ કોર્પોરેટરો, વિરોધ પક્ષના નેતા, તથા યુથ કોંગ્રેસ દ્વારા આ ખારી કટ કેનાલમાં અત્યાર સુધીનો અમદાવાદના ઇતિહાસનો સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો કેવા પ્રકારના આક્ષેપ છે ? શું રજૂઆત છે સમજીએ.

240 કરોડનો ઐતિહાસિક ભ્રષ્ટાચાર કરાયો: કોંગ્રેસ

ભારતીય યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ એચડી ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવે છે છે કે અમદાવાદ પૂર્વની સૌથી મોટી સમસ્યા ખારીકટ કેનાલ મુદ્દે અમે સતત 7 વર્ષ સુધી લડત ચલાવી હતી અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, દિલ્હી સુધી રજુઆતો કરી હતી જે બાદ વર્ષ 2022 માં સરકાર ઝુકી હતી અને ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાના 1200 કરોડ રૂપિયાનાં પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને અમદાવાદ પૂર્વની જનતાને હાશકારો થયો હતો કે હવે ગંદકી અને પ્રદુષણમાંથી મુક્તિ મળશે. પરંતુ સરકાર અને તંત્ર દ્વારા પહેલા ખારીકટ કેનાલમાં કેમિકલ માફીયાઓને કેમિકલ ઠાલવવા દઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો અને હવે ખારીકટ કેનાલ અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જેમાં થયેલા ઐતિહાસિક ભ્રષ્ટાચારની વાત કરીએ તો ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં “પ્રિકાસ્ટ RCC બોક્ષ” બનાવવાની જગ્યાએ માત્ર “RCC ની ડાયફ્રેમ વોલ” બનાવી અંદાજે 240 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે

આ પણ વાંચો : અમદાવાદ: 15 વર્ષથી વસવાટ કરી રહેલા 95 પરિવારોના ઝુંપડા તૂટ્યા; AMC એ શોપિંગ સેન્ટર બનાવવા કામ શરૂ કરાયું

Back to top button