

ગાંધીનગર, 22 ઓગસ્ટ : રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 234 જેટલા પીએસઆઈને તાજેતરમાં પીઆઈ તરીકેની બઢતી આપવામાં આવી હતી. જો કે ત્યારે તેમની બદલી કે અન્ય સ્થળે નિમણૂક કરાઈ ન હતી. દરમિયાન આજે ગુરૂવારે મોડી સાંજે આ તમામ 234 પોલીસકર્મીઓને જુદા જુદા શહેર અને જિલ્લામાં નિમણૂક આપવામાં આવી છે. આ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
પ્રમોશન મેળવનાર 234 પોલીસકર્મીઓની યાદી