

- ચાર મહિનામાં 233 લોકોએ ગુમાવ્યો જીવ
દેશભરમાં તીવ્ર ગરમી અને માવઠાંને કારણે છેલ્લા ચાર મહિનામાં 233 લોકોના મોત થયા છે. જ્યારે 9.5 લાખ હેક્ટર જમીન પર પાક નષ્ટ થયો છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (સીએસઇ) દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં આ વાત કરવામાં આવી છે.
રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર થઇ છે. આવી ઘટનાઓએ આ વખતે 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને અસર કરી છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ ભારે હવામાનના દિવસો 30-30 નોંધાયા છે. તે પછી હિમાચલ પ્રદેશ (28), બિહાર અને મધ્ય પ્રદેશમાં 27-27 દિવસ રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી, વિશ્વ હવામાન વિભાગના ડેટા અનુસાર આત્યંતિક હવામાન, આબોહવા અને પાણી સંબંધિત ઘટનાઓને કારણે ભારતમાં 1970 થી 2021ની વચ્ચે 573 આફતો સર્જાઈ છે, જેમાં 1,38,377 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો: ગુજરાત માટે આગામી 24 કલાક ભારે! બિપોરજોય ચક્રવાત રૌદ્ર સ્વરૂપ તરફ