નરેન્દ્ર મોદીના સેવા ક્ષેત્રે 23 વર્ષ થયા પૂર્ણ: મંત્રી મુકેશ પટેલે યાદ કરી મુલાકાત, જાણો શું કહ્યું ?
- નાના માણસ સાથે રહેવાની આપી સલાહ
અમદાવાદ, 7 ઓકટોબર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખત ત્રીજી વખત દેશનું નેતૃત્વ સંભાળ્યું છે. પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને પીએમ પદ સુધી આજે 23 વર્ષ પૂર્ણ કર્યા છે. 7 ઓક્ટોબર 2001માં પહેલીવાર મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી 13 વર્ષ સીએમ, તો 10 વર્ષથી પીએમ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. નરેન્દ્ર ભાઈ મોદીએ સતત 2014 સુધી ગુજરાતની વિકાસ ગાથાને આગળ વધારી છે. 2014 બાદ માત્ર ગુજરાત જ નહીં તેમના સફળ અને અને સક્ષમ નેતૃત્વનો લાભ દેશભરને મળ્યો છે. નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વના આ 23 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે. ત્યારે તેમના જીવનથી અનેક યુવાનો અને અનેક નાગરિકોના જીવનમાં આવેલા પરિવર્તને પણ સમજવું જરૂરી છે. ભાજપના કાર્યકર્તા અને રાજ્ય સરકારના મંત્રી એવા મુકેશભાઈ પટેલ માટે પણ નરેન્દ્ર ભાઈના સંદેશો અને વિચારોને ન માત્ર પ્રેરણા રૂપ બન્યા, પરંતુ પથદર્શક પણ સાબિત થયા છે. પ્રથમ મુલાકાત દરમિયાન નરેન્દ્ર ભાઈ મોદીએ આપેલી સલાહ મુકેશ પટેલના અંગત અને જાહેર જીવન માટે ઉપયોગી સાબિત થઈ.
નરેન્દ્ર ભાઈ સાથેની મુલાકાતને મુકેશ પટેલે યાદ કરી
નરેન્દ્ર ભાઈ સાથેની મુલાકાતને મુકેશ પટેલે યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે. કહ્યું છે કે, કેવી રીતે નાનામાં નાના વ્યક્તિ સાથે સંબંધ કેળવવો તેમ જ જમીન સાથે જોડાયેલા રહી નિરઅભિમાની બનીને જીવવું જોઈએ. કેવી રીતે નરેન્દ્ર ભાઈએ આપેલી સલાહથી તેમનું જીવન બદલાયું તે તેમણે જણાવ્યું હતું. કહ્યું આમ તો હું સંગઠનનો પ્રમુખ હતો જેના લીધે નરેન્દ્ર મોદીને અવારનવાર મળવાનું થતું હતું પરંતુ 2012માં જ્યારે પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા પછી ફેબ્રુઆરી અને માર્ચની વિધાનસભાની સત્ર ચાલુ હતું અને તેમની બર્થડે હતી એટલે 21370 રૂપિયાનો ચેક લઈને મોદી સાહેબ પાસે ગયા હતા ત્યારે નરેન્દ્ર મોદીએ પૂછ્યું હતું કે વિધાનસભા કેમ ચાલે છે? બરાબર ચાલે છે ?ત્યારબાદ પૂછ્યું હતું કે તમે લીફ્ટમાં કેટલી વાર જાવ છો ?? આવો છો?? જેનાં જવાબમાં મુકેશ પટેલે કહ્યું ચાર પાંચ વાર આવા જવાનું થઈ જાય છે.
નરેન્દ્ર મોદીએ કહી સરસ મજાની વાત
નરેન્દ્ર મોદીએ મુકેશ પટેલને કહ્યું હતું કે લિફ્ટમાં તમે ક્યારેય લિફ્ટમેનનું નામ પૂછ્યું છે ?? કે તું ક્યાંથી આવે છે ?? પરિવારમાં કોણ કોણ છે ?? દીકરાઓ શું કરે છે ?? દીકરા ભણે છે?? ત્યારે જવાબમાં મુકેશ પટેલે ના કહ્યું હતું. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું આ બધું પૂછવું જોઈએ ત્યારે તમને નજીક જવાનો ચાન્સ મળે છે માણસને ઓળખવાનો ચાન્સ મળે છે . તમે નાનિ ઉમરમાં ધારાસભ્ય બન્યા છો પરંતુ હું તને એક સલાહ આપું છું કે ધારાસભ્ય તરીકે નહિ પરંતુ એક કાર્યકર્તા તરીકે કામ કરજે અભિમાન ક્યારેય ના લાવતા કાર્યકર્તા તરીકે કામ કરીશ તો લાંબા સમય સુધી રાજકારણમાં ચાલશે અને સેવા કરવાનો મોકો મળશે અને એ વાત એ દિવસના વાક્યોને આજે પણ મુકેશ પટેલ યાદ કરે છે. કહ્યું નરેન્દ્ર ભાઈ મોદીને મળ્યા બાદ અને તમને સલાહ લીધા બાદ તેમના રાજકારણના જીવનમાં ઘણા પરિવર્તન આવ્યા. નરેન્દ્ર ભાઈ મોદીના કહ્યા બાદ તેમણે ક્યારેય એવું ન વિચાર્યું કે માન્યું હતું કે તે એક ધારાસભ્ય અને મંત્રી તરીકે કામ કરી રહ્યા છે. ત્યારબાદ કાર્યકર્તા સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે.