ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આંગણવાડીમાં નોકરીના બહાને 23 મહિલાઓ પર દુષ્કર્મ, કમિશનર-ચેરમેન સામે કેસ દાખલ

સિરોહી (રાજસ્થાન), 11 ફેબ્રુઆરી: રાજસ્થાનના સિરોહીમાં 23 મહિલાઓ પર દુષ્કર્મની શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 23 મહિલાઓ પર સામૂહિક બળાત્કારના આરોપમાં મ્યુનિસિપલ કાઉન્સિલ સિરોહીના ચેરમેન અને કોંગ્રેસ નેતા મહેન્દ્ર મેવાડા, કમિશનર મહેન્દ્ર ચૌધરી અને તેમના મિત્રો પર કેસ નોંધાયો છે. તેમના પર આરોપ છે કે સિરોહીની આ મહિલાઓને આંગણવાડીમાં નોકરી આપવાના નામે બળાત્કાર ગુજાર્યો છે. આમાંથી એક મહિલાએ હવે આગળ આવીને પાલી પોલીસ સ્ટેશનમાં નામ નોંધાવી છે. ત્યારબાદ એક સાથે 8 મહિલાઓએ એક જ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ કેસ દાખલ કર્યા છે. આ ઘટના બહાર આવતાં પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસે જણાવ્યું કે પાલીની રહેવાસી એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે લગભગ બે-ત્રણ મહિના પહેલા તે આંગણવાડીના કામ માટે 23 મહિલાઓ સાથે સિરોહી ગઈ હતી. ત્યાં તેઓ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર મેવાડા અને મહેન્દ્ર ચૌધરીને મળ્યા હતા. તેમણે તે તમામ મહિલાઓને તેમના એક પરિચિતના ઘરે રોકાવી હતી. ત્યાં ખાવા-પીવાની વ્યવસ્થા કરાઈ હતી. આરોપ છે કે મહેન્દ્ર મેવાડા અને મહેન્દ્ર ચૌધરીએ તેમના અન્ય મિત્રો અને પરિચિતો સાથે મળીને ખાણીપીણીમાં નશો ભેળવ્યો હતો. આ ખાવાનું ખાઈને તમામ મહિલાઓ બેભાન થઈ ગઈ હતી. આ પછી અધ્યક્ષ અને કમિશનરે તેમના સહયોગીઓ સાથે મળીને મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું.

ભાજપ નેતાએ આ ઘટનાની નિંદા કરી

ભાજપના મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ રક્ષા ભંડારીએ આ મામલની સખત નિંદા કરી છે. આ ઉપરાંત, જિલ્લા પ્રશાસન અને ન્યાયતંત્રને કડકથી કડક પગલાં લેવાની અપીલ કરી છે.

આરોપી બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરતો હતો

મહિલાએ આરોપ લગાવ્યો છે કે મહેન્દ્ર મેવાડા અને મહેન્દ્ર ચૌધરીએ તેના 10-15 મિત્રો સાથે મળીને નોકરીના ખોટા વચન પર તમામ મહિલાઓ પર બળાત્કાર કર્યો છે. તેમના વાંધાજનક વીડિયો બનાવવામાં આવ્યા છે. હવે આ જ વીડિયોને લઈને તેઓ બ્લેકમેલ કરી રહ્યાં છે. 5 લાખની ખંડણીની પણ માંગ કરી છે. તેઓ મહિલાઓના પર ફરીથી બળાત્કાર કરવા દબાણ કરી રહ્યા છે.

સમગ્ર મામલે તપાસ અધિકારીએ શું કહ્યું?

આ કેસની તપાસ કરી રહેલા ડીવાયએસપી પારસ ચૌધરીએ જણાવ્યું કે થોડા સમય પહેલા પણ આ મહિલાઓએ સિરોહી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. રાજસ્થાન હાઈકોર્ટ, જોધપુરમાં 8 મહિલાઓ વતી એક રિટ દાખલ કરવામાં આવી હતી, જેના પર હવે કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મોબાઈલમાં પોર્ન જોઈને સગીર બહેન પર આચર્યું દુષ્કર્મ, પછી ગળું દબાવીને કરી હત્યા

Back to top button