23 લાખ ક્રેડિટ કાર્ડ બંધ કરી દેવાયા, ક્યાંક એમાં તમારુ તો નથી ને?
રિઝર્વ બેન્કના નિયમ મુજબ ઓગસ્ટ-2022માં ભારતમાં 23 લાખ જેટલા ક્રેડિટ કાર્ડ બંધ કરી દેવાયા છે. આ ક્રેડિટ કાર્ડ વિવિધ કંપનીઓના અને વિવિધ બેન્કોના છે. કાર્ડ બંધ કરવાનું મુખ્ય કારણ નિષ્ક્રિયતા છે.
જે ક્રેડિટ કાર્ડનો 1 વર્ષ કરતાં વધુ સમયથી ઉપયોગ ન થયો હોય તેને બંધ કરી દેવાનો રિઝર્વ બેન્કનો આદેશ છે. 23 લાખ જેટલા ક્રેડિટ કાર્ડ બંધ કરી દેવાને કારણે દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા ઘટીને હવે 7.80 કરોડ થઈ ગઈ છે. બેન્કો દ્વારા વિવિધ લાલચ આપીને ક્રેડિટ કાર્ડ આપવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : પાસપોર્ટ મેળવવાનું કામ થયું વધારે સરળ, શું છે mPassport Seva એપ
RBIએ કેમ ભર્યું પગલું?
ઘણા ખરા લોકો તેનો કેમ ઉપયોગ કરવો એ જાણતા હોતા નથી. કેટલીક વાર ક્રેડિટ કાર્ડના ઉપયોગ વગર પણ બિલ આવતું હોય છે. આવુ ન થાય એટલા માટે રિઝર્વ બેન્કે નિષ્ક્રિય રહેલા ક્રેડિટ કાર્ડને રદ કરવાનો જ નિયમ બનાવી દીધો છે. તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો તપાસી લો, છેલ્લે ક્યારે વાપર્યું હતું…