હેલ્થ

છેલ્લા 5 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં સ્થૂળતામાં 23% નો વધારો

શહેરોમાં સ્થૂળતાના કેસો વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માહિતી મુજબ, સુરત સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 23% સ્થૂળતા વધી છે. વર્ષ 2017માં ગુજરાતમાં આશરે 61 લાખ લોકો સ્થુળતાનો ભોગ બન્યા હતા, પરંતુ વર્ષ 2022માં તે 75 લાખથી પણ વધુ થઈ ગયા છે. સાથે જ શહેરમાં દરરોજ 40-50 લોકો સ્થૂળતાની સર્જરી માટે આવી રહ્યા છે. જેમાંથી 70% એટલે કે 30-35 માત્ર મહિલાઓ છે. આ સાથે જ બાળકોમાં પણ સ્થૂળતા વધી રહી છે. આવા બાળકોને લોકો તબીબ પાસે પણ લઈ જવામાં આવી રહ્યા છે.

સ્થૂળતા વિશે લોકોમાં જાગૃતિ વધી રહી છે. આ સાથે જ, હવે સરકારે પણ તેને એક રોગ તરીકે સ્વીકાર્યું છે. IRDA(ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) એ વર્ષ 2020 થી આરોગ્ય વિમાની અંદર બેરિયાટ્રિક સર્જરીનો સમાવેશ કર્યો છે. પહેલાના લોકો સ્થૂળતાને વધુ ખાવા-પીવાની નિશાની માનતા હતા. પરંતુ હવે ધીમે ધીમે લોકોની માન્યતા બદલાઈ રહી છે અને તેઓ તેને એક રોગ માનવા લાગ્યા છે.

બેરિયાટ્રિક સર્જનોનું કહેવું છે કે સ્થૂળતાનું મુખ્ય કારણ લોકોની અનિયમિત ખાન પાનની ટેવ છે. લોકો ઘરમાં બેસીને બહારથી જંક ફૂડ મંગાવી રહ્યા છે. ઉપરાંત, મોટા ભાગના લોકો ખૂબ જ ઓછું શારીરિક શ્રમ કરે છે. જેના કારણે લોકોમાં સ્થૂળતા વધી રહી છે. એવામાં કોરોના દરમિયાન પણ લોકો ઘરે બેઠા રહ્યા હતા . જેના કારણે લોકોને હવે પહેલાની જેમ હરવા – ફરવાની ટેવ રહી નથી. આ સાથે મોટાભાગના લોકોમાં તણાવ પણ વધી ગયો છે. તે પણ સ્થૂળતાનું એક મોટું કારણ છે.

મોટે ભાગે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો આ સર્જરી કરાવે છે
ગુજરાતમાં લગભગ 75 લાખ લોકો સ્થૂળતાથી પીડિત છે. આજે શહેરમાંથી દરરોજ 40 થી 50 દર્દીઓ સ્થૂળતાની સર્જરી માટે આવી રહ્યા છે. જેમાંથી 30 થી 35 માત્ર મહિલાઓ છે. સર્જરી માટે મોટાભાગના લોકો 40 વર્ષથી વધુ ઉંમરના આવે છે.

18 થી 30 વર્ષની વયજૂથની અંદર 10 થી 15 દર્દીઓ સ્થૂળતાથી મુક્તિ મેળવવા માટે આવી રહ્યા છે. પહેલા લોકો સ્થૂળતાની સારવાર લેવાથી દૂર રહેતા હતા. પરંતુ હવે લોકોમાં જાગૃતિ આવી છે અને લોકો તેનાથી મુક્તિ મેળવવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવી રહ્યા છે. સર્જરી કરનાર લોકોમાં 70% સ્ત્રીઓ છે.

શહેરમાં હવે બેરિયાટ્રિક સર્જરી કરાવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. સ્થૂળતા વિશે લોકોમાં જે માન્યતા હતી તે દૂર થઈ ગઈ છે. આ સાથે સરકાર દ્વારા મેડિક્લેમમાં સ્થૂળતાની સારવારને ઉમેરવામાં આવી હોવાથી હવે લોકો તેની સારવાર માટે આવી રહ્યા છે. સ્થૂળતાથી બચવા માટે દરરોજ ઓછામાં ઓછી 20 મિનિટ કસરત કરવી જોઈએ. આ ઉપરાંત, તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

આ પણ વાંચો: શું Intermittent fasting વજન ઘટાડવાની યોગ્ય રીત છે?

Back to top button