ગુજરાતટોપ ન્યૂઝ

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, અનેક કાંઠાવાળા વિસ્તારોમાં એલર્ટ

Text To Speech

આ વર્ષે મેઘરાજા ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહેરબાન થયા છે. આ વર્ષે દેશના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ગુજરાતમાં પણ સર્વત્ર વરસાદ વરસ્યો છે. ત્યારે હજુ પણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સમયમાં પણ વરસાદ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.

Narmada Dam Sardar sarovar
File image

વરસાદના પગલે રાજ્યના ડેમ, નદીઓ, નાળાઓની સપાટી વધી રહી છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પણ હાઈલેવલ સપાટી પર પહોંચ્યો છે. જેના પગલે કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમની સપાટી 138.40 મીટર પર પહોંચી ગઇ છે. ડેમમાંથી છોડવામાં આવેલાં 2 લાખ કયુસેક કરતાં વધારે પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ પાસે નર્મદાની સપાટી 19.68 ફુટ સુધી પહોંચી હતી. ડેમમાંથી છોડવામાં આવતો પાણીનો જથ્થો ઘટાડવામાં આવતાં નદીની સપાટી 19.68 ફુટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી હોવાથી ડેમમાંથી છોડવામાં આવતું પાણી વધારવામાં આવે તેવી સંભાવના છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ તેની 138.68 મીટરની પુર્ણ સપાટીને પાર કરી ગયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 2.46 લાખ કયુસેક પાણી આવી રહયું છે જેની સામે પાણીની જાવક 1.20 લાખ કયુસેક છે. પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા. મોડી સાંજે સરદાર સરોવરમાં આવતા પાણીનો આવરો વધીને 1.83 લાખ કયુસેક થઇ ગયો હતો. સરદાર સરોવર ડેમ 138.38 મીટરની મહત્તમ સપાટીને પણ વટાવી ગયો છે ત્યારે ડેમના 23 દરવાજાઓ પુન: ખોલી ડેમમાંથી 1.25 લાખ કયુસેક પાણી નદીમાં છોડવાની શરૂઆત કરવામાં આવી છે. ડેમમાંથી છોડવામાં આવતા પાણીની માત્રા વધારવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થવાની સંભાવના છે. મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાનું હજીય ચાલુ છે.

આ પણ વાંચો : વોટ્સએપમાં મળશે આકર્ષક ફીચર! યુઝર્સ મેસેજ મોકલ્યા પછી કરી શકશે એડિટ

Back to top button